Pollution: દિલ્હીમાં પ્રદુષણ, બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરીને કરી પ્રેક્ટિસ
Pollution In Delhi : ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે બે દિવસ બાદ દિલ્હીમાં રમાનારી ટી20 મેચ પહેલા બાંગ્લાદેશના ખેલાડીઓએ માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ બે દિવસ બાદ દિલ્હીમાં રમાનારા ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh)વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ પહેલા બંન્ને ટીમોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં દિવાળી બાદ વધેલા પ્રદુષણે જ્યાં મેચને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું કે, મેચ નક્કી કરેલા સમય પર રમાશે. શુક્રવારે બાંગ્લાદેશના ખેલાડીઓએ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પર માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હતી.
ખરાબ થઈ રહી છે દિલ્હીની હવા
દિવાળીના તહેવાર બાદથી દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યું છે. શહેરના ઘણા વિસ્તારમાં એક ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 'ગંભીર' સ્તર પર પહોંચી ગયો છે. આ કારણે માગ ઉઠી રહી છે કે મેચ અન્ય સ્થળે યોજવામાં આવે.
ખેલાડીઓની મરજી, તે માસ્ક પહેરે કે નહિઃ બોર્ડ
બાંગ્લાદેશ બોર્ડના એક સૂત્રએ કહ્યું, 'તે ખેલાડીઓ પર આધાર રાખે છે કે, તે માસ્કનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો તે તેની પસંદગી છે.' ગુરૂવારે મહેમાન ટીમના મુખ્ય ખેલાડી લિટન દાસ મેદાન પર માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તો મુશફીકુર રહીમ, મુસ્તફિઝુર રહમાને માસ્ક વગર અભ્યાસ કર્યો હતો, પરંતુ શુક્રવારે ઘણા બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હતી.
#WATCH Bangladeshi players practice ahead of the 1st T20i against India on November 3 at the Arun Jaitley Stadium, Delhi. #IndvsBan pic.twitter.com/mVnpqmv63v
— ANI (@ANI) November 1, 2019
દાસે કાલે આ કારણે પહેર્યું હતું માસ્ક
જ્યારે લિટન દાસને પૂછવામાં આવ્યું કે તે માસ્ક પહેરીને પ્રેક્ટિસ કેમ કરી રહ્યો છે, તો તેણે કહ્યું, 'મને કંઇક વ્યક્તિગત સમસ્યા છે તેથી મેં માસ્ક લગાવ્યું.' હું સારો અનુભવી ન રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રદુષણની ચિંતાને નકારી છે. તેણે કહ્યું કે, તે હજુ દિલ્હી આવ્યો છે અને તેણે આ મામલામાં કંઇ જોયું નથી. મારી જાણકારી અનુસાર મેચ યથાવત સમયે રમાશે.
હવે રદ્દ ન થઈ શકે મેચ
આ પહેલા બીસીસીઆઈના અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું હતું કે, મેચ નિર્ધારિત સમય મુજબ રમાશે. તેમણે કહ્યું હતું કે બોર્ડની દિલ્હીના અધિકારીઓ સાથે બે દિવસ પહેલા વાત થઈ ચુકી છે. અંતિમ સમય પર મેચ રદ્દ ન કરી શકાય. ટિકિટો વેંચાઇ ગઈ છે. હવે કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે તેમ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે