Forbes: આવકમાં પણ કોહલી નંબર-1, એક વર્ષમાં કરી 1,735,188,893 રૂપિયાની કમાણી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વમાં સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય છે.
 

Forbes: આવકમાં પણ કોહલી નંબર-1, એક વર્ષમાં કરી 1,735,188,893 રૂપિયાની કમાણી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારા ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય છે અને તેની કુલ વાર્ષિક કમાણી 2 કરોડ 50 લાખ ડોલર એટલે કે 1,735,188,893 રૂપિયા છે. 

ભારતીય કેપ્ટન આ યાદીમાં 17 સ્થાન નીચે 100માં ક્રમે પહોંચી ગયો છે. આ યાદીમાં બાર્સિલોના અને આર્જેન્ટીનાનો ફુટબોલ સ્ટાર લિયોનેલ મેસી ટોપ પર છે. 

ફોર્બ્સની જાહેર થયેલી યાદી અનુસાર કોહલીને જાહેરાતથી 2.1 કરોડ ડોલર, જ્યારે વેતન અને જીતથી મળનારી રકમથી 40 લાખ ડોલરની કમાણી થાય છે. છેલ્લા 12 મહિનામાં તેની કુલ કમાણી 2.5 કરોડ ડોલર રહી છે. 

પાછલા વર્ષે કોહલી આ યાદીમાં 83મા સ્થાન પર હતો, પરંતુ આ વખતે તે 100મા સ્થાને પહોંચી ગયો છે. પરંતુ જાહેરાતથી તેની કમાણીમાં 10 લાખ ડોલરનો વધારો થયો છે. 

મેસીએ રમતોની દુનિયામાં સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં નિવૃતી લઈ ચુકેલા બોક્સર ફ્લાયડ મેવેદરને ટોપ પરથી હટાવી દીધો છે. આર્જેન્ટીનાના સ્ટારની પગાર અને જાહેરાતથી કુલ કમાણી 12.7 કરોડ ડોલર છે. 

મેસી બાદ પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો નંબર આવે છે, જેની કુલ કમાણી 10.9 કરોડ ડોલર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news