IPL 2020 Auction : પ્રથમ સેશનમાં પેટ કમિન્સ, મેક્સવેલ, મોરીસ, શેલ્ડન કોટરેલ, નાથન કોલ્ટરને લાગી લોટરી
IPL 2020 માટે 332 ખેલાડીમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે. કારણ કે તમામ આઠ ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે. સાત વિદેશી ખેલાડી એવા છે કે જેમની બેઇઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે.
Trending Photos
કોલકત્તા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League- IPL)ની આગામી સિઝન માટે ગુરૂવારે હરાજી (IPL AUCTION) શરૂ થઈ છે. જેમાં 8 ફ્રેન્ચાઇઝી કુલ 332 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 186 ખેલાડીઓ ભારતીય અને 143 ખેલાડીઓ વિદેશી છે. ત્રણ ખેલાડી એસોશિએટ સભ્યો છે. આ 332 ખેલાડી રજીસ્ટ્રેશન કરાયેલા 997 ખેલાડીઓમાં પસંદ કરવામાં આવ્યા છે. જો ફ્રેન્ચાઇઝી પાસે હાલમાં રકમની વાત કરીએ તો કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ મોટી રકમ લઇને હરાજીમાં આવશે.
IPL 2020 માટે 332 ખેલાડીમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે. કારણ કે તમામ આઠ ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે. કિંગ્સ ઇલેવન પંજાબ પાસે 42.70 કરોડ રૂપિયા છે. જે લઇને તે હરાજીમાં આવશે. આ રકમથી તે પોતાની ટીમમાં રહેલી ખાલી જગ્યા ભરવા પ્રયાસ કરશે.
આ વખતે હરાજીમાં અનકેપ્ડ અને કેપ્ડ ખેલાડી માટે જુદી-જુદી બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. અનકેપ્ડ એ ખેલાડી કહેવાય છે જેણે પોતાના દેશ તરફથી ક્રિકેટના એક પણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હોય. અનકેપ્ડ ખેલાડીઓ માટે રૂ.20 લાખ, રૂ.30 લાખ અને રૂ.40 લાખની ત્રણ નવી કેટેગરી બનાવાઈ છે. અગાઉ આ રૂ.10 લાખ, રૂ.20 લાખ અને રૂ.30 લાખ હતી. અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રૂ.20 લાખની શ્રેણીમાં 183 ખેલાડી, રૂ.40 લાખની શ્રેણીમાં 7 ખેલાડી અને રૂ.30 લાખની શ્રેણીમાં 8 ખેલાડીનો સમાવેશ થાય છે.
જે ખેલાડીએ ટેસ્ટ, વન ડે કે ટી2- કોઈ પણ એક ફોર્મેટમાં પોતાના દેશની ટીમ માટે રમ્યો હોય તેને કેપ્ડ શ્રેણીમાં મુકવામાં આવે છે. કેપ્ડ ખેલાડીઓ માટે 5 બેઝ પ્રાઈસ રાખવામાં આવી છે. જેમાં રૂ.50 લાખ, રૂ.75 લાખ, રૂ.1 કરોડ, રૂ.1.5 કરોડ અને રૂ.2 કરોડ છે.
IPL 2020 માટે ખેલાડીઓની હરાજી શરૂ...
- એડમ મિલ્લને પણ કોઈ ખરીદનાર મળ્યું નહીં.
- જોશ હેઝલવૂડને ચેન્નાઈ સુપરકિંગ્સે 2 કરોડમાં ખરીદ્યો.
- માર્ક વુડ, ઓનરિક નોર્ત્ઝે, અલ્ઝારી જોસેફ, મુસ્તફિઝુર રહેમાન અને બરિન્દર સ્ત્રાંને પણ કોઈએ ખરીદ્યા નહીં. UNSOLD....
- ન્યૂઝીલેન્ડના જેમ્શ નીશામને પંજાબે રૂ.50 લાખમાં ખરીદ્યો.
- એન્ડિલે ફેલુક્વાયો, ઋષિ ધવન, ઓસ્ટ્રેલિયાનો ખેલાડી બેન કટિંગ અને કોલિન મુનરો પણ વેચાયા નહીં. UNSOLD....
- 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા મિશેલ માર્શને હૈદરાબાદે રૂ.2 કરોડમાં ખરીદ્યો.
- મનોજ તિવારી, માર્ટિક ગુપ્ટિલ, કાર્લોસ બ્રેથવેઈટ, કોલિન ઈંગ્રમ અને 1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતો માર્કસ સ્ટોઈનિસ વેચાયો નહીં. UNSOLD.....
- સૌરભ તિવારીને મુંબઈએ 50 લાખમાં ખરીદ્યો.
- ડેવિડ મિલરને રાજસ્થાને 75 લાખમાં ખરીદ્યો.
- રૂ.1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા એવિન લુઈસને કોઈ ખરીદનાર મળ્યો નહીં. UNSOLD....
- 50 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા શિમરોન હેટમાયરને દિલ્હીએ રૂ.7.75 કરોડમાં ખરીદ્યો.
5 સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી
આ વખતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓમાં ઓલરાઉન્ડર વરુણ ચક્રવર્તી સૌથી મોંઘો સાબિત થયો છે. તેને KKRએ 4 કરોડમાં ખરીદ્યો છે. 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે રૂ.2.40 કરોડમાં ખરીદ્યો છે. રવિ વિશ્નોઈ અત્યાર સુધીની હરાજીમાં ત્રીજો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી રહ્યો છે. 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા રવિને પંજાબે રૂ.2 કરોડમાં ખરીદ્યો છે. સનરાઈઝ હૈદરાબાદે વિરાટ સિંહ અને પ્રિયમ ગર્ગને રૂ.1.9- રૂ.1.9 કરોડમાં ખરીદ્યા છે.
- 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા સાઈ કિશોર અને 30 લાખની બેઝ પ્રાઈઝના નૂર અહેમદને કોઈએ ખરીદ્યા નહીં.
- 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા રવિ વિશ્વનોઈને પંજાબે રૂ.2 કરોડમાં ખરીદ્યો.
- એમ. સિદ્ધાર્થને રૂ.20 લાખમાં KKRએ ખરીદ્યો.
- 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા રાઈલી મેરેડિથ, મિથુન સુધેશન અને કે.સી. કરિઅપ્પાને ખરીદનાર કોઈ મળ્યું નહીં. UNSOLD....
- ઈશાન પોરેલને પંજાબે રૂ.20 લાખમાં ખરીદ્યો.
- કાર્તિક ત્યાગીને રાજસ્થાને રૂ.1.30 કરોડમાં ખરીદ્યો.
- આકાશ સિંહને રાજસ્થાને તેની બેઝ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો.
- કેદાર દેવધર, કે.એસ. ભરત, અંકુશ બેન્સ, વિષ્ણુ વિનોદ અને પ્રભસિમરન સિંહ UNSOLD....
- અનકેપ્ડ વિકેટ કીપર અનુજ રાવતને રાજસ્થાન રોયલ્સે રૂ.80 લાખમાં ખરીદ્યો.
- શાહરૂખ ખાનને કોઈએ ખરીદ્યો નહીં.
- પદન દેશપાંડે પણ વેચાયો નહીં. 20 લાખની બેઝ પ્રાઈઝ હતી.
- ડેનિયલ સેમ્સ વેચાયો નહીં, તેમની બેઝ પ્રાઈઝ રૂ.20 લાખ હતી.
- યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે રૂ.2.40 કરોડમાં ખરીદ્યો.
10 કરોડ કે તેનાથી નીચેની પ્રાઈઝમાં ત્રણ ખેલાડી વેચાયા છે. ક્રિસ મોરીસને આરસીબીએ 10 કરોડમાં ખરીદ્યો છે. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડીઝનો શેલ્ડન કાટ્રેલ 8.50 કરોડમાં વેચાયો છે, જેને પંજાબે ખરીદ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે નેથનલ કુલ્ટર નાઈલને 8 કરોડમાં ખરીદ્યો છે.
- ઓલરાઉન્ડર વરૂણ ચક્રવર્તીને KKRએ 4 કરોડમાં ખરીદ્યો.
- દીપક હુડાને 50 લાખમાં પંજાબે ખરીદ્યો.
- પ્રિયમ ગર્ગને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ.1.9 કરોડમાં ખરીદ્યો.
- વિરાટ સિંહને રૂ.1.9 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો.
- રાહુલ ત્રિપાઠીને KKRએ 40 લાખમાં ખરીદ્યો
.@rajasthanroyals rope in @robbieuthappa - Halla Bol time guys? @Vivo_India #IPLAuction pic.twitter.com/hvtvf2umUy
— IndianPremierLeague (@IPL) December 19, 2019
- મનજોત કાલરા, રોહન કદમ અને હરપ્રીત ભાટીયા અનસોલ્ડ રહ્યા....
- ઝહીર ખાનને પણ કોઈએ ખરીદ્યો નહીં. તેની બેઝ પ્રાઈઝ રૂ.50 લાખ હતી.
- હેડન વોલ્શ પણ વેચાયો નહીં. રૂ.50 લાખની બેઝ પ્રાઈઝ હતી.
- ઈશ શોઢીને ખરીદનાર કોઈ મળ્યું નહીં. રૂ.1.75 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતો એડમ જેમ્પા પણ વેચાયો નહીં. UNSOLD
- પિયુષ ચાવલાને સીએસકેએ 6.75 કરોડમાં ખરીદ્યો.
- વેસ્ટ ઈન્ડીઝના શેલ્ડન કોટ્રેલને પંજાબે રૂ.8.50 કરોડમાં ખરીદ્યો.
IPL Auction: આઇપીએલ 2020 મેક્સવેલ પર લાગી શકે છે સૌથી મોટી બોલી, કીવી બોલરો પર લાગશે મોટો દાવ- ન્યૂઝીલેન્ડનો અનુભવી ફાસ્ટ બોલર ટીમ સાઉદી વેચાયો નહીં.
- ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર નાથન કૂલ્ટર નાઈલને મુંબઈએ રૂ.8 કરોડમાં ખરીદ્યો.
- 1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ઓસ્ટ્રેલિયાના ખેલાડી એન્ડ્રુ ટાયને કોઈ ખરીદનાર મળ્યો નહીં.
- 1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા જયદેવ ઉનડકટને રાજસ્થાન રાયલ્સે રૂ.3 કરોડમાં ખરીદ્યો.
- રૂ.2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ડેલ સ્ટેનને ખરીદનાર પણ કોઈ મળ્યું નહીં.
- 50 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા મોહિત શર્માને કોઈએ ખરીદ્યો નહીં.
- વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી શાઈ હોપ વેચાયો નહીં.
- બાંગ્લાદેશનો વિકેટ કીપર મુશફિકુર રહીમ(બેઝ પ્રાઈઝ 75 લાખ), વિકેટકીપર નમન ઓઝા(બેઝ પ્રાઈઝ 50 લાખ) અને વિકેટ કીપર-બેટ્સમેન કુશાલ જે પરેરાને(બેઝ પ્રાઈસ 50 લાખ) કોઈએ ખરીદ્યા નહીં. UNSOLD
- હેનરીચ કલિસન અનસોલ્ડ.
- ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર એલેક્સ કેરીને દિલ્હી કેપિટલ્સે રૂ.2.40 કરોડમાં ખરીદ્યો
- અત્યાર સુધી ત્રણ ખેલાડી 10 કરોડથી વધુમાં વેચાયા. દક્ષિણ આફ્રિકાના ઓલ રાઉ્ડર ક્રિસ મોરિસને RCBએ રૂ.10 કરોડમાં ખરીદ્યો. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને પંજાબે રૂ.10.75 કરોડમાં ખરીદ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને KKRએ સૌથી વધુ રૂ.15.50 કરોડમાં ખરીદ્યો છે.
- સ્ટૂઅર્ટ બન્ની પર કોઈ બોલી બોલાઈ નહીં. UNSOLD.....
- દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને RCBએ 10 કરોડમાં ખરીદ્યો.
- ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર સેમ કરનને ચેન્નઈ સુપરકિંગ્સે 5.50 કરોડમાં ખરીદ્યો.
- ફાસ્ટ બોલર પેટ કમિન્સને KKRએ રૂ.15.50 કરોડમાં ખરીદ્યો.
યુસુફ પઠાણ અને કોલિન ડિ. ગ્રેન્ડહોમ અનસોલ્ડ રહ્યા.
ક્રિસ વોક્સને દિલ્હી કેપિટલ્સે રૂ.1.50 કરોડમાં ખરીદ્યો
.@Gmaxi_32 is heading to @lionsdenkxip this season. That was some bid by KXIP @Vivo_India #IPLAuction pic.twitter.com/xKCV8LNTWL
— IndianPremierLeague (@IPL) December 19, 2019
- ગ્લેન મેક્સવેલને પંજાબે 10.75 કરોડમાં ખરીદ્યો
- એરોન ફિન્ચને RCBએ 4.40 કરોડમાં ખરીદ્યો.
- જેસન રોયને દિલ્હી કેપિટલ્સે રૂ.1.50 કરોડમાં ખરીદ્યો.
- ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી હજુ વેચાચા નથી. (UNSOLD)
- રોબિન ઉથપ્પાને રાજસ્થાન રોયલ્સે રૂ.3 કરોડમાં ખરીદ્યો.
- ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગનને KKRએ રૂ.5.25 કરોડમાં ખરીદ્યો.
- ક્રિસ લિનને મુંબઈ ઈન્ડિયન્સે રૂ.2 કરોડની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે.
- IPL 2020ની હરાજીની શરૂઆત ક્રિસ લિન સાથે થઈ છે.
કઈ ટીમ પાસે કેટલા પૈસા અને કેટલા ખેલાડીનું સ્થાન....
ટીમ | પર્સ(રકમ રૂપિયામાં) | ખેલાડીની જગ્યા |
ચેન્નઈ સુપર કિંગ્સ | 14.60 કરોડ | 5 (2 વિદેશી ખેલાડી સાથે) |
દિલ્હી કેપિટલ્સ | 27.85 કરોડ. | 11 (5 વિદેશી ખેલાડી સાથે) |
કિંગ્સ ઈલેવન પંજાબ | 42.70 કરોડ | 9 (4 વિદેશી ખેલાડી સાથે) |
કોલકાતા નાઈટ રાઈડર્સ | 35.65 કરોડ | 11 (4 વિદેશી ખેલાડી સાથે) |
મુંબઈ ઈન્ડિયન્સ | 13.05 કરોડ | 7 (2 વિદેશી ખેલાડી સાથે) |
રાજસ્થાન રોયલ્સ | 28.90 કરોડ | 11 (4 વિદેશી ખેલાડી સાથે) |
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | 27.90 કરોડ | 12 (6 વિદેશી ખેલાડી સાથે) |
સનરાઈઝર્સ હૈદરાબાદ | 17.00 કરોડ | 7 (2 વિદેશી ખેલાડી સાથે) |
બે વખતની ચેમ્પિયન બનેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ પાસે 35.65 કરોડ છે. દિલ્હી કેપિટલ્સ પાસે 11 ખેલાડીની જગ્યા છે. જેને ખરીદવા માટે એની પાસે 27.65 કરોડ છે.મુંબઇ ઇન્ડિયન્સ સાત ખેલાડીઓ માટે હરાજીમાં આવશે. મુંબઇ ઇન્ડિયન્સ પાસે 13.05 કરોડ રૂપિયા જ છે. રાજસ્થાને આ વર્ષે ઘણા મોટા ખેલાડીઓને છુટા કર્યા છે. આ ટીમ 11 ખેલાડીઓ માટે હરાજીમાં ભાગ લેશે. રાજસ્થાન પાસે 28.90 કરોડ રૂપિયા છે.
સાત વિદેશી ખેલાડી એવા છે કે જેમની બેઇઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. જેમાં પેટ કમિંસ, જોશ હેજલવુડ, ક્રિસ લિન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ડેલ સ્ટેન અને એન્જેલો મેથ્યૂઝ જેવા ખેલાડીઓની પ્રારંભિક કિંમત 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
The stage is set for the grand #IPLAuction in Kolkata. Just a sleep away 😎😎 pic.twitter.com/b1bupiO46F
— IndianPremierLeague (@IPL) December 18, 2019
આઇપીએલમાં કુલ 8 ફ્રેન્ચાઇઝી છે. આમાં પાંચ ટીમ કિંગ્સ XI પંજાબ, કોલકાતા નાઇટરાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તેમજ દિલ્હી કેપિટલ્સ વધારે ખેલાડીઓ પર બોલી લગાવશે. આ તમામ ટીમ પાસે 25 કરોડ રૂપિયા કરતા વધારે પર્સ બાકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં વધારે બદલાવની સંભાવના નથી. આઇપીએલની દરેક ટીમ માટે મહત્તમ મર્યાદા 82 કરોડ રૂપિયા છે. આમાંથી એ તેટલા જ પૈસા ખર્ચ કરી શકે છે જેટલા તેની પાસે બાકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે