INDvsBAN: ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને ઝટકો, ઈજાને કારણે સૈફુદ્દીન બહાર
India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 નવેમ્બરથી 3 મેચોની ટી20 સિરીઝ રમાશે. ત્યારબાદ બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે.
Trending Photos
ઢાકાઃ આગામી મહિને ભારતના પ્રવાસે આવી રહેલી બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ સૈફુદ્દીન (Mohammed Saifuddin) ભારતના પ્રવાસે રમાનારી ટી20 સિરીઝથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી છે. બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ (India vs Bangladesh) 3 નવેમ્બરે દિલ્હી, 7 નવેમ્બરે રાજકોટ અને 10 નવેમ્બરે નાગપુરમાં ટી20 મેચ રમશે.
બીસીબીએ કહ્યું, 'પીઠમાં થયેલી ઈજાને કારણે સૈફુદ્દીનને ભારતના પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો છે. બોર્ડે તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો નથી. તેનો મતલબ છે કે હવે ભારતના પ્રવાસ પર બાંગ્લાદેશની 15ની જગ્યાએ 14 સભ્યોની ટીમ આવશે.'
બાંગ્લાદેશ ભારતના પ્રવાસ પર ત્રણ મેચોની ટી20 સિરીઝ બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. જેની શરૂઆત 14 નવેમ્બરથી થશે. બંન્ને ટીમો 14 નવેમ્બરથી ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ અને 22 નવેમ્બરથી કોલકત્તામાં બીજી ટેસ્ટ મેચ રમશે. બાંગ્લાદેશે હજુ ટી20 ટીમની જાહેરાત કરી નથી. તેની ટી20 ટીમ આ પ્રકારે છે.
બાંગ્લાદેશ ટી20 ટીમઃ શાકિબ અલ બસન (કેપ્ટન), તમીમ ઇકબાલ, લિટન દાસ, સૌમ્ય સરકાર, નઈમ શેખ, મુશફિકુર રહીમ, મહમૂદુલ્લાહ, આફિફ હુસૈન, મોસદ્દેક હુસૈન, અમીનુલ, ઇસ્લામ, અરાફાત સન્ની, અલ-અમીન હુસૈન, મુસ્તફિઝુર રહમાન, શફીઉલ ઇસ્લામ.
ટી20 માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, વોશિંગટન સુંદર, ક્રુણાલ પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહમદ, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે