Champions Trophy 2025: વાઇસ કેપ્ટનનું પત્તું કપાશે? નવા ચહેરા પર દાવ, સંભવિત ભારતીય ટીમ

Indias Probable Squad For Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં પરાજય બાદ હવે બધાની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે 12 જાન્યુઆરી સુધી ટીમ જાહેર થવાની છે. તેવામાં જોવાનું રહેશે કે ભારતીય પસંદગીકારો કયા ખેલાડીઓને તક આપે છે.
 

 Champions Trophy 2025: વાઇસ કેપ્ટનનું પત્તું કપાશે? નવા ચહેરા પર દાવ, સંભવિત ભારતીય ટીમ

નવી દિલ્હીઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત રવિવારે થઈ શકે છે. શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરમજન હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફારનો ભારે દબાવ છે. પરંતુ તે વાતની સંભાવના ઓછી છે કે પસંદગીકારો ટીમમાં કોઈ મોટા ફેરફાર કરે. હાં, પાછલી વનડે સિરીઝમાં ટીમના વાઇસ કેપ્ટન રહેલા શુભમન ગિલ પર જરૂર તલવાર લટકી રહી છે.

ભારતે 2024માં એક વનડે સિરીઝ રમી હતી. આ સિરીઝમાં રોહિત શર્મા કેપ્ટન તો ગિલ વાઇસ કેપ્ટન હતો. 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રોહિત શર્મા કેપ્ટન તરીકે જોવા મળી શકે છે. પરંતુ ગિલની જગ્યા પાક્કી નથી. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગિલના ખરાબ પ્રદર્શન અને યશસ્વીના કમાલના ફોર્મથી સમીકરણો બદલાયા છે. સંભાવના છે કે યશસ્વી વનડે ટીમમાં એન્ટ્રી કરી શકે છે. જો ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં યશસ્વી સામેલ થશે તો ગિલનું પત્તું કપાઈ શકે છે. યશસ્વીએ હજુ સુધી વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું નથી. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના વનડે કરિયરની શરૂઆત કરી શકે છે. 

ટીમ ઈન્ડિયાના બાકી બેટર્સ અને ઓલરાઉન્ડર્સના નામ લગભગ નક્કી લાગી રહ્યું છે. બેટિંગમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી શકે છે. વિકેટકીપર તરીકે રિષભ પંત અને કેએલ રાહુલને જગ્યા મળી શકે છે. તો ઓલરાઉન્ડર્સમાં હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગટન સુંદરને એન્ટ્રી મળી શકે છે. આ સિવાય રેસમાં નીતીશ કુમાર રેડ્ડી પણ સામેલ છે.

જો હાર્દિક પંડ્યા અને નીતીશ કુમાર રેડ્ડી બંનેની પસંદહી થાય તો ભારત ત્રણ ,સ્પેશિયલ ફાસ્ટ બોલર સાથે થશે. આ ત્રણ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ હોઈ શકે છે. આ સિવાય સ્પિનર તરીકે કુલદીપ યાદવનો દાવો સૌથી વધુ મજબૂત છે. 

3 ખેલાડીઓની ફિટનેસ પર સવાલ
જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. મોહમ્મદ શમી પણ ફિટનેસને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસથી દૂર રહ્યો હતો. કુલદીપ યાદવની ફિટનેસ પણ સવાલોના ઘેરામાં છે. તેવામાં આ ત્રણેય ખેલાડીઓની પસંદગી એનસીએના રિપોર્ટ પર થશે. 

સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news