Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આવતા અઠવાડિયે આવી રહ્યા 8 IPO, જાણો પ્રાઇસ બેન્ડ, ટાઈમલાઈન અને અન્ય ડિટેલ

Upcoming IPO: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટ વ્યસ્ત રહેશે કારણ કે 8 આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યા છે. જ્યારે 2 મેઇનબોર્ડ IPO પણ આવતા સપ્તાહે ખુલશે અને 6 SME IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ સિવાય 6 IPOના શેર એક્સચેન્જમાં લિસ્ટિંગ કરશે.  આવનારા સાત દિવસોમાં 8 આઈપીઓ આવી રહ્યા છે, રોકાણકારોને રોકાણ કરવા માટે અનેક વિકલ્પો મળી રહેવાના છે. 
 

1/9
image

Upcoming IPO: અજાક્સ એન્જિનિયરિંગ લિમિટેડ IPO(Ajax Engineering IPO): આ 1269.35 કરોડનો આ બુક બિલ્ટ IPO છે. આ IPO 2.02 કરોડ શેર માટેના ઓફર ફોર સેલ છે. આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ 599-629 રૂપિયા પ્રતિ શેર છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 23 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 14 હજાર 467 રૂપિયા છે. આ IPO 10મી ફેબ્રુઆરીએ ખુલશે અને 12મી ફેબ્રુઆરીએ બંધ થશે.  

2/9
image

હેક્સાવેર ટેક્નોલોજીસ લિમિટેડ IPO(Hexaware Technologies IPO):  8750 કરોડનો આ બુક બિલ્ટ IPO છે. 12.36 કરોડ શેરનો આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. Hexaware Technologies IPOની પ્રાઇસ બેન્ડ 674-708 રૂપિયા છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 21 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 14 હજાર 868 રૂપિયા રોકાણ કરવા પડશે. આ IPO 12મી ફેબ્રુઆરીએ ખુલશે અને 14મી ફેબ્રુઆરીએ બંધ થશે.  

3/9
image

ચંદન હેલ્થકેર લિમિટેડનો IPO(Chandan Healthcare IPO): આ SME IPO 10 ફેબ્રુઆરીએ ખુલવા જઈ રહ્યો છે. 107.36 કરોડનો આ બુક બિલ્ટ IPO છે. આ 70.79 કરોડ રૂપિયાના 44.52 લાખ શેરના ફ્રેશ IPO અને 36.57 કરોડ રૂપિયાના મૂલ્યના 23 લાખ ઓફર ફોર સેલ શેરનું સંયોજન છે. ચંદન હેલ્થકેર IPOની પ્રાઇસ બેન્ડ 151-159 રૂપિયા છે. એક એપ્લિકેશન સાથે લઘુત્તમ લોટ સાઈઝ 800 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 1 લાખ 27 હજાર 200 રૂપિયા છે.

4/9
image

પીએસ રાજ સ્ટીલ્સ લિમિટેડ IPO(PS Raj Steels IPO): આ IPO 12મી ફેબ્રુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ 28.28 કરોડ રૂપિયાનો બુક બિલ્ટ ઈશ્યુ છે, જે 20.20 લાખ ફ્રેશ શેર ઈશ્યું છે. પીએસ રાજ સ્ટીલ્સ IPO પ્રાઇસ બેન્ડ 132-140 રૂપિયા પ્રતિ શેર છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 1000 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 1 લાખ 40 હજાર રૂપિયા છે.  

5/9
image

વોલર કાર લિમિટેડ IPO(Voler Car IPO): કંપનીએ આ બુક બિલ્ટ ઈશ્યુ દ્વારા રૂ. 27 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. આ 30 લાખ શેરનો સંપૂર્ણપણે નવો ઈશ્યુ છે. આ SME IPOની પ્રાઇસ બેન્ડ 85-90 રૂપિયા પ્રતિ શેર જાહેર કરવામાં આવી છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 1600 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 1 લાખ 44 હજાર રૂપિયા છે. આ ઈશ્યુ 12મી ફેબ્રુઆરીએ ખુલશે અને 14મી ફેબ્રુઆરીએ બંધ થશે.  

6/9
image

મેક્સવોલ્ટ એનર્જી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ IPO(Maxvolt Energy IPO): 54 કરોડનો આ બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈસ્યુ 43.20 કરોડ રૂપિયાના 24 લાખ શેરના તાજા ઈશ્યુ અને 10.80 કરોડ રૂપિયાના વેચાણ માટેના 6 લાખ શેરનું મિશ્રણ છે. મેક્સવોલ્ટ એનર્જી આઈપીઓની પ્રાઇસ બેન્ડ 171-180 રૂપિયા પ્રતિ શેર છે. એક એપ્લિકેશન સાથે લઘુત્તમ લોટ સાઈઝ 800 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 1 લાખ 44 હજાર રૂપિયા છે. આ IPO 12મી ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 14મી ફેબ્રુઆરીએ બંધ થશે.  

7/9
image

એલ.કે.મહેતા પોલિમર્સ IPO(L.K. Mehta Polymers IPO): આ SME IPO 7.38 કરોડ રૂપિયાનો ફિક્સ પ્રાઇસ ઇશ્યૂ છે. આ 10.40 લાખ શેરનો તાજો ઈશ્યુ છે. તે 13 ફેબ્રુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 17 ફેબ્રુઆરીએ બંધ થશે. એલ.કે. મહેતા પોલિમર્સ IPOની કિંમત શેર દીઠ 71 રૂપિયા છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 1600 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 1 લાખ 13 હજાર 600 રૂપિયા છે.  

8/9
image

શનમુગા હોસ્પિટલ લિમિટેડ IPO(Shanmuga Hospital IPO): આ SME IPO 20.62 કરોડ રૂપિયાનો ફિક્સ પ્રાઇસ ઇશ્યૂ છે, જે 38.18 લાખ શેરનો સંપૂર્ણપણે નવો ઇશ્યૂ છે. આ ઇશ્યૂ 13 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 17 ફેબ્રુઆરીએ બંધ થશે. શનમુગા હોસ્પિટલના IPOની કિંમત શેર દીઠ 54 રૂપિયા છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 2000 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 1 લાખ 8 હજાર રૂપિયા છે.  

9/9
image

(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)