Couple Goal: પતિ-પત્ની સુતા પહેલા આ કામ કરે તો 100 ટકા તેના લગ્નજીવનમાં સમસ્યા આવે જ નહીં...
Relationship Tips: પતિ-પત્નીના સંબંધ નાજુક હોય છે. નાનકડી ભુલ ક્યારે મોટી બની જાય તે કહી શકાતું નથી. લગ્નજીવન શરુઆતમાં હોય તેવું જ ખુશહાલ વર્ષો સુધી રાખવું હોય તો પતિ-પત્નીએ રોજ રાત્રે આ કામ કરવું જોઈએ.
Trending Photos
Relationship Tips: લગ્ન એક સુંદર બંધન છે. લગ્ન પછી શરૂઆતના વર્ષો તો સારી રીતે જાય છે. પરંતુ લગ્નને થોડા વર્ષ થાય પછી જીવનમાં પ્રેમ, ખુશી અને શાંતિ જાળવવી મુશ્કેલ થઈ જાય છે. લગ્નના પાંચ થી છ વર્ષ પછી કપલ વચ્ચે લડાઈ-ઝઘડા અને ફરિયાદો શરૂ થઈ જતી હોય છે. કેટલાક કેસમાં તો આવી ફરિયાદો એટલી બધી વધી જાય છે કે લગ્ન તૂટવાની અણીએ આવી જાય છે.
દાંપત્ય જીવન ખુશહાલ અને પ્રેમથી ભરપૂર રાખવું સરળ છે. લગ્નના થોડા વર્ષ પછી સમસ્યાઓ શરૂ એટલા માટે થાય છે કે કપલ દાંપત્યજીવનની જે પાયાની જરૂરીયાતો છે તેને મહત્વ આપતા નથી અને કેટલીક ભૂલ કરે છે.. લગ્નના વર્ષો પછી પણ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અકબંધ રહી શકે છે. જો પતિ પત્ની રાત્રે સુતા પહેલા આ કામ કરે. જે પણ કપલ રાત્રે આ કામ કરે છે તેના દાંપત્યજીવનમાં વર્ષો વર્ષ સુધી પ્રેમ અને વિશ્વાસ જળવાયેલો રહે છે..
સુતા પહેલા વાત કરો
રોજ રાત્રે સુતા પહેલા પોતાના પાર્ટનર સાથે વાત કરવી જોઈએ. ફક્ત પાર્ટનરની વાત સાંભળવી એવું નથી. બંને વ્યક્તિએ દિવસ દરમિયાન થયેલા પોતાના અનુભવોને વ્યક્ત કરવા જોઈએ. સાથે જ બીજા દિવસે શું કરવું છે તેનું પ્લાનિંગ પણ કરી શકાય છે. રાત્રે સુતા પહેલા વાતચીત કરવાથી પાર્ટનરની અપેક્ષાઓ વિશે ખબર પડી જાય છે. સાથે જ રાત્રે વાત કરી લેવાથી મનમાં જો કોઈ વાત હોય તો તેની સ્પષ્ટતા પણ થઈ જાય છે જેથી નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરતી નથી.
ઝઘડા પછી સમાધાન કરીને જ સૂવું
કપલ વચ્ચે ગાઢ પ્રેમ હોય તો પણ ક્યારેક ને ક્યારેક તો ઝઘડો થઈ જ જાય છે. ઝઘડો થવો નેચરલ છે. પરંતુ ઝઘડો વધે છે ત્યારે જ્યારે તેનું સમાધાન નથી થતું. જો તમારા લગ્ન જીવનમાં પણ ઝઘડા થાય છે તો ચિંતા કરવી નહીં. બસ એક કામ કરવું કે જે દિવસે ઝઘડો થયો હોય તે દિવસે રાત્રે ઝઘડા વિશે એકબીજા સાથે વાતચીત કરી ઝઘડાનું સમાધાન કરી અને પછી જ સૂવું. જે વ્યક્તિની ભૂલ હોય તેણે ભૂલ સ્વીકારીને માફી પણ માંગી લેવી. પાર્ટનરને સોરી કહેવામાં કંઈ જ ખોટું નથી. આ બે કામ રાત્રે સુતા પહેલા કરી લેશો તો દાંપત્ય જીવનમાં વર્ષો સુધી પ્રેમ જળવાયેલો રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે