Team India: 3 ભારતીય સ્ટાર ક્રિકેટર જેનું ટેસ્ટ કરિયર થવાનું છે ખતમ, જલદી લઈ શકે છે નિવૃત્તિ
ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બનાવવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓનો હાથ રહ્યો છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે આજે ટીમ ઈન્ડિયા આ મુકામ પર પહોંચી છે. એક સમય હતો જ્યારે તેનો દબદબો હતો. પરંતુ હવે ખરાબ ફોર્મને કારણે તેને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. જેના કારણ તેનું ટેસ્ટ કરિયર ખતમ થવાના માર્ગ પર ચાલી પડ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેના પ્રમથ મુકાબલામાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રને પરાજય આપ્યો હતો. ત્યારબાદ હવે સિરીઝનો બીજો મુકાબલો 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આ સમયે ટેસ્ટ ક્રિકેટમાં સાતમાં આસમાને ચાલી રહ્યું છે.
ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશને હરાવ્યા બાદ હવે ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. પરંતુ આ વચ્ચે અમે આજે 3 એવા ભારતીય ખેલાડીઓની વાત કરવાના છીએ જે એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યાં હતા. પરંતુ હવે ટીમની નજીક પણ નથી. તેનું કરિયર બરબાદી તરફ જઈ રહ્યું છે અને હવે ગમે ત્યારે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે.
શિખર ધવન
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને સ્ટાર ઓપનર શિખર ધવનની સાથે આ સમયે બધુ બરાબર ચાલી રહ્યું નથી. તેને ટેસ્ટ બાદ ટી20 અને વનડે ટીમમાંથી પણ ડ્રોપ કરી દેવામાં આવ્યો છે. ગબ્બર આ સિવાય ભારતની વનડે વિશ્વકપના પ્લાન્સમાં પણ નથી. આ સિવાય વાત કરીએ તેના ટેસ્ટ કરિયરની તો, શિખર ધવને વર્ષ 2013માં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત ઓ સ્ટ્રેલિયા વિરુદ્ધ દમદાર સદી સાથે કરી હતી. તેણે ડેબ્યૂ મેચમાં કાંગારૂની ધોલાઈ કરી હતી. એવું લાગી રહ્યું હતું કે ગબ્બર વ્હાઇટ બોલ ક્રિકેટ બાદ ટેસ્ટમાં પણ ધમાલ મચાવશે. પરંતુ ધીમે-ધીમે ધવન ફ્લોપ થતો રહ્યો.
તે સતત મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ થયો. તેવામાં તેને ક્યારે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો કોઈને ખ્યાલ આવ્યો નહીં. શિખરે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ભારત માટે વર્ષ 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. વાત કરીએ આ 37 વર્ષીય ખેલાડીના ટેસ્ટ કરિયરની તો તેણે ભારત માટે કુલ 34 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 40.6ની એવરેજથી 2315 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં સાત સદી અને પાંચ અડધી સદી પણ ફટકારી છે.
ભુવનેશ્વર કુમાર
ટીમ ઈન્ડિયાના અનુભવી અને સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારને પણ ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એક સમય હતો જ્યારે ભુવી ભારતનો સૌથી મહત્વનો બોલર હતો અને ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમતો હતો. પરંતુ અચાનક તેને ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. તો ત્યારબાદ હવે ભુવીને વનડે અને ટેસ્ટ ટીમમાંથી પણ ડ્રોપ કરી દેવામાં આવ્યો છે.
પરંતુ જો વાત ભુવનેશ્વરના ટેસ્ટ કરિયરની કરીએ તો તે વર્ષ 2018માં સમાપ્ત થઈ ગયું હતું. સારૂ પ્રદર્શન કરવા છતાં તેને બહાર કરી દેવામાં આવ્યો છે. ભુવીએ ટીમ ઈન્ડિયા માટે 21 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 26.4ની એવરેજથી 63 વિકેટ ઝડપી છે.
ઇશાંત શર્મા
ભારતીય ટીમ માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર દિગ્ગજ ઇશાંત શર્માનું નામ પણ તે ખેલાડીઓમાં સામેલ છે, જેનું ટેસ્ટ કરિયર હવે સમાપ્ત થઈ ગયું છે. ઈશાંત ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. ઇશાંત 2021 સુધી ભારત માટે સતત ટેસ્ટ રમતો હતો. પરંતુ ત્યારબાદ ટીમમાં કેટલાક ઘાતક બોલરોની એન્ટ્રી થઈ, જેણે ઈશાંતને બહાર કરી દીધો. ઇશાંત હંમેશા ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળતો હતો.
નોંધપાત્ર વાત એ છે કે હવે તેને ટેસ્ટ ટીમમાં પણ તક નથી મળી રહી. શર્માએ તેની છેલ્લી ટેસ્ટ 2021માં રમી હતી. આવી સ્થિતિમાં, વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને, ઇશાંત શર્મા પણ ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ શકે છે.ઈશાંત શર્માએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 105 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 32.4ની એવરેજથી બોલિંગ કરતા 311 વિકેટ પોતાના નામે કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે