IND vs ENG: સિરીઝ જીતવા પર ભારતની નજર, સૂર્યકુમાર યાદવને મળી શકે છે તક
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ODI સિરીઝની બીજી મેચ શુક્રવારે રમાશે. આ મેચમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.
Trending Photos
પુણેઃ અસાધારણ પ્રતિભા ધરાવતા સૂર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શુક્રવારે અહીં રમાનાર બીજી મેચ દ્વારા એક દિવસીય ક્રિકેટમાં પર્દાપણની તક મળી શકે છે. ભારતની નજર આ મેચ દ્વારા વધુ એક સિરીઝ પોતાના નામે કરવા પર હશે.
અય્યરને ઈજા, યાદવને મળી શકે છે તક
શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ ખસી જવાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેવામાં ફોકસ યાદવ અને વનડે ક્રિકેટમાં તેના પર્દાપણ પર છે. યાદવે ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી પોતાનો દાવો મજબૂત કર્યો છે.
ટીમ સિલેક્શન મોટી દુવિધા
કોરોના મહામારી પહેલા શ્રેયસ ભારતીય વનડે ટીમના સૌથી મહત્વના ખેલાડીઓમાંથી એક હતો પરંતુ ભારતની બેંચ સ્ટ્રેન્થ એટલી મજબૂત છે કે હવે પર્દાપણ કરવા જઈ રહેલા ખેલાડી પણ વિશ્વ ચેમ્પિયન ટીમ માટે ખતરનાક લાગી રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત ટીમ મેનેજમેન્ટની સામે પસંદગીની દુવિધા હશે. રવિન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી બહાર છે પરંતુ ટેસ્ટમાં અક્ષર પટેલ અને વનડેમાં ક્રુણાલ પંડ્યાએ તેની ખોટ પડવા દીધી નથી. આઈપીએલને કારણે જાણીતા થયેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ વનડે ક્રિકેટમાં પર્દાપણની સાથે શાનદાર પ્રદર્શન કરતા ચાર વિકેટ ઝડપી હતી. જાડેજા અને બુમરાહની વાપસી થવા ક્રુણાલ કે કૃષ્ણામાંથી એકે બહાર રહેવુ પડશે.
ધોનીએ લોન્ચ કરી CSK ની નવી જર્સી, ભારતીય સેનાને સન્માન આપતાં ફેન્સએ કરી સલામ
ધવન ફોર્મમાં આવી ગયો, પંત કરશે બેટિંગ
ભારત માટે સૌથી મોટી રાહત શિખર ધવનની ફોર્મમાં વાપસી રહી જેણે 98 રન બનાવ્યા. ટી20 સિરીઝમાંથી બહાર રહ્યા બાદ તેના પર સારા પ્રદર્શનનો દબાવ હતો. રોહિત શર્માને પ્રથમ મેચમાં કોણીમાં ઈજા થઈ હતી પરંતુ તેના ફિટ થવાની આશા છે. રોહિતને બ્રેક આપવા પર શુભમન ગિલ બીજી મેચમાં ધવન સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. તેવામાં રાહુલ મધ્યમક્રમમાં ઉતરશે. સૂત્રો અનુસાર રોહિતની ઈજા ગંભીર નથી અને તે રમવા માટે આતુર છે. સમજી શકાય છે કે પંત બેટ્સમેન તરીકે રમશે અને રાહુલ વિકેટકીપિંગ કરશે.
ચહલની થઈ શકે છે વાપસી
ચાઇનામેન બોલર કુલદીપે પ્રથમ મેચમાં 9 ઓવરમાં 68 રન આવ્યા જેના સ્થાને ચહલને ઉતારવામાં આવી શકે છે. ભુવનેશ્વર કુમાર, કૃષ્ણા અને ઠાકુરની ત્રિપુટીએ મેચમાં 9 વિકેટ ઝડપી હતી, આ ત્રણેય રમશે. જો ઠાકુરને આરામ આપવામાં આવે તો ટી નટરાજન કે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.
ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં
બીજીતરફ ઈંગ્લેન્ડનો પ્રયાસ આ મેચ જીતી સિરીઝમાં વાપસી કરવા પર હશે. કેપ્ટન ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સને પ્રથમ મેચમાં થયેલી ઈજાથી મહેમાન ટીમ પરેશાન છે. જોની બેયરસ્ટો અને જેસન રોયે સારૂ પ્રદર્શન કર્યુ હતું. મધ્યમક્રમના બેટ્સમેન પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. બટલર અને સ્ટોક્સ પર સારા પ્રદર્શન કરવાનો દબાવ હશે.
ઈંગ્લેન્ડના બોલરો વિકેટ ન ઝડપી શક્યા
બીજીતરફ સ્પિનર આદિલ રશિદ અને મોઇન અલી ભારતીય બેટ્સમેનોને પરેશાન ન કરી શક્યા અને બન્નેની વિકેટનું ખાતુ ખાલી રહ્યું હતું. ટોમ કરન અને ભાઈ સેમે ફાસ્ટ બોલિંગમાં માર્ક વુડનો સાથ આપવો પડશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતઃ શિખર ધવન, રોહિત શર્મા/શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન/ડેવિડ મલાન, જોસ ટલર, લિયામ લિવિંગસ્ટોન, બેન સ્ટોક્સ, મોઇન અલી, સેમ કરન, ટોમ કરન, માર્ક વુડ, આદિલ રશિદ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે