ICC Test Ranking : રોહિત કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર, કોહલી બીજા નંબરે યથાવત
રોહિત તાજેતરમાં બહાર પડેલા ટેસ્ટ રેન્કિંગમાં 36 સ્થાનનો કૂદકો મારીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 17મા નંબરે પહોંચી ગયો છે. રોહિતની સાથે ઓપનિંગ કરનારો મયંક અગ્રવાલ પણ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે. મયંકે પ્રથમ ઈનિંગ્સમાં બેવડી સદી સાથે 215 રન બનાવ્યા હતા. જેના કારણે હવે તે 25મા ક્રમે પહોંચી ગયો છે.
Trending Photos
દુબઈઃ એક ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલો રોહિત શર્મા આઈસીસીના તાજા રેન્કિંગમાં બેટિંગની યાદીમાં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો છે. રોહિત તાજેતરમાં બહાર પડેલા ટેસ્ટ રેન્કિંગમાં 36 સ્થાનનો કૂદકો મારીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 17મા નંબરે પહોંચી ગયો છે.
વન ડે ક્રિકેટ સાથે પ્રવેશ કરનારો રોહિત વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે ઉતર્યો હતો. આ મેચમાં તેણે પ્રથમ ઈનિંગ્સમાં 176 અને બીજી ઈનિંગ્સમાં 127 ઈનિંગ્સની રમત રમી હતી. તેના માટે રોહિતને 'મેન ઓફ ધ મેચ'નો પુરસ્કાર મળ્યો હતો. ભારતે 203 રનથી આ ટેસ્ટ જીતી લીધી હતી.
રોહિતની સાથે ઓપનિંગ કરનારો મયંક અગ્રવાલ પણ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે. મયંકે પ્રથમ ઈનિંગ્સમાં બેવડી સદી સાથે 215 રન બનાવ્યા હતા. જેના કારણે હવે તે 25મા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને યથાવત છે. જોકે તે જાન્યુઆરી, 2018 પછી સૌ પ્રથમ વખત 900 પોઈન્ટથી નીચે ઉતર્યો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને છે.
બોલર્સની યાદીમાં સ્ટાર ઓફ સ્પિનર આર. અશ્વિન ટોચ-10માં પાછો ફર્યો છે. તેણે ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં 7 અને બીજી ઈનિંગ્સમાં 1 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપનારો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 710 પોઈન્ટ સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 16મા સ્થાને પહોંચ્યો છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે