W,W,W,W,W,W,W,W,W...ગુજરાતના આ ખેલાડીએ વર્તાવ્યો કહેર, ભયાનક તબાહીમાં તમામ ખેલાડી લાચાર
Ranji Trophy 2025: સિદ્ધાર્થ દેસાઈએ ગુરુવારે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ લેફ્ટ આર્મ સ્પિનરે અમદાવાદના ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ A ખાતે ઉત્તરાખંડ સામેની રણજી ટ્રોફી મેચ દરમિયાન પ્રથમ દાવમાં 15 ઓવર ફેંકી હતી અને 36 રન આપીને 9 વિકેટ લીધી હતી.
Trending Photos
Ranji Trophy 2025: ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ ગુરૂવારે ઉત્તરાખંડ સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું. સિદ્ધાર્થ દેસાઈએ ગુરુવારે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ લેફ્ટ આર્મ સ્પિનરે અમદાવાદના ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ A ખાતે ઉત્તરાખંડ સામેની રણજી ટ્રોફી મેચ દરમિયાન પ્રથમ દાવમાં 15 ઓવર ફેંકી હતી અને 36 રન આપીને 9 વિકેટ લીધી હતી.
આ બોલરે મચાવ્યો હંગામો
લેફ્ટ આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈની કિલર બોલિંગને કારણે ગુજરાતે પ્રથમ દાવમાં ઉત્તરાખંડને 30 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. સિદ્ધાર્થ દેસાઈની ભયાનક તબાહીમાં ઉત્તરાખંડનો બેટિંગ ઓર્ડર પત્તાની જેમ તૂટી ગયો હતો. ઉત્તરાખંડનો પ્રથમ દાવ 30 ઓવરમાં માત્ર 111 રન પર સમાપ્ત થયો. ઉત્તરાખંડ માટે શાશ્વત ડંગવાલે પ્રથમ દાવમાં સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. આ સિવાય અવનીશ સુધાએ 30 રનની ઇનિંગ રમી હતી.
ભયાનક તબાહીમાં આઉટ થયા ઉત્તરાખંડના બેટ્સમેન
ગુજરાતના ડેશિંગ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ અવનીશ સુધા (30), પ્રિયાંશુ ખંડુરી (7), રવિકુમાર સમર્થ (0), યુવરાજ ચૌધરી (0), કુણાલ ચંદેલા (12), મયંક મિશ્રા (5), આદિત્ય તારે (4)ની વિકેટ લીધી હતી. અભય નેગી (0) અને દીપક ધાપોલા (9)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગુજરાત તરફથી છેલ્લી વિકેટ વિશાલ બી જયસ્વાલે લીધી હતી. વિશાલ બી જયસ્વાલે હર્ષ પટવાલ (0)ને આઉટ કર્યો હતો.
રણજી ટ્રોફીમાં ગુજરાત માટે શ્રેષ્ઠ બોલિંગ ફિગર
- 9/36 - સિદ્ધાર્થ દેસાઈ - વિ ઉત્તરાખંડ - અમદાવાદ (વર્ષ 2025)
- 8/31 - રાકેશ ધ્રુવ - વિ રાજસ્થાન - અમદાવાદ (2012)
- 8/40 - ચિંતન ગજા - વિ રાજસ્થાન - સુરત (2017)
રણજી ટ્રોફીના ઇતિહાસમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર
- 10/49- અંશુલ કંબોજ (હરિયાણા) - વિ કેરળ - રોહતક (વર્ષ 2024)
- 9/23 - અંકિત ચવ્હાણ (મુંબઈ) - વિ પંજાબ - મુંબઈ (2012)
- 9/36 - સિદ્ધાર્થ દેસાઈ (ગુજરાત) - વિ ઉત્તરાખંડ - અમદાવાદ (વર્ષ 2025)
- 9/45 - આશિષ ઝૈદી (યુપી) - વિ વિદર્ભ - કાનપુર (1999)
- 9/52 - આર સંજય યાદવ (મેઘાલય) - વિ નાગાલેન્ડ - સોવિમા (2019)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે