IND vs PAK Live Telecast : ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
IND vs PAK Live Telecast : ભારતે તેના ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ સામેની જીત સાથે કરી હતી જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં બપોરે 2.30 કલાકે મેચ રમાશે. આ મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર લાઈવ જોઈ શકશો.
Trending Photos
IND vs PAK Live Telecast : ચેમ્પિયન્સ ટ્રોફીની આ ટુર્નામેન્ટ ભારત અને પાકિસ્તાન માટે સંપૂર્ણપણે અલગ હશે. પાકિસ્તાનને પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ભારતે બાંગ્લાદેશ સામેની જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે તેના પર ICC ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ છે. જો ભારત આ મેચ જીતી જશે તો સેમીફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મેચ કયાં જોઈ શકાશે ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે શરૂ થશે. આ મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર થશે. તો આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે.
બંને દેશોની ટીમો
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અરદીપ સિંહ.
પાકિસ્તાન : બાબર આઝમ, ઇમામ-ઉલ-હક, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટ/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ, કામરાન ગુલામ, ફહીમ અશરફ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે