આજથી 'મિની વર્લ્ડ કપ', પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ-11 પર મોટું અપડેટ, જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ
Champions Trophy 2025 PAK vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફીની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 7 વર્ષ બાદ વાપસી કરવા જઈ રહી છે. 50 ઓવરની આ ઈવેન્ટને 'મિની વર્લ્ડ કપ' પણ કહેવામાં આવે છે. ઓપનિંગ મેચમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે.
Trending Photos
Champions Trophy 2025 PAK vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફીની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 7 વર્ષ બાદ વાપસી કરવા જઈ રહી છે. 50 ઓવરની આ ઈવેન્ટને 'મિની વર્લ્ડ કપ' પણ કહેવામાં આવે છે. ઓપનિંગ મેચમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ICC ટૂર્નામેન્ટ 29 વર્ષ બાદ પાકિસ્તાનમાં રમાઈ રહી છે. છેલ્લે પાકિસ્તાન 1996માં ODI વર્લ્ડ કપનું સહ-યજમાન હતું.
પાકિસ્તાન બદલો લેવાના ઈરાદે મેદાનમાં ઉતરશે
બંને ટીમો વચ્ચે તાજેતરમાં એક ODI ત્રિકોણીય સિરીઝમાં આમને સામને હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને વિજય મેળવ્યો હતો. ત્યારે બુધવારે પાકિસ્તાન બદલો લેવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કેપ્ટને પાકિસ્તાનના ઓપનિંગ કોમ્બિનેશનને લઈને ચાલી રહેલી ચર્ચાને સંબોધતા સ્પષ્ટતા કરી હતી કે, જો સંજોગોને જોઈએ અને ટીમ માટે શ્રેષ્ઠ શું છે તેના આધારે નિર્ણય લેવામાં આવે, તો બાબર આઝમે ઓપનિંગ કરવું જોઈએ.
એવા અહેવાલ હતા કે બાબર આઝમ ઓપનિંગ કરવા માંગતા નથી. તે અહેવાલોને અફવા ગણાવતા, રિઝવાને કહ્યું કે, બાબર સંતુષ્ટ છે અને તે ઓપનિંગ ચાલુ રાખશે. કેપ્ટને ભારપૂર્વક જણાવ્યું હતું કે બેટિંગ ક્રમમાં કોઈપણ ફેરફાર એ કેવળ ચેમ્પિયન્સ ટ્રોફી માટે એક વ્યૂહાત્મક આયોજન છે અને લાંબા ગાળાનો ફેરફાર નથી. તેણે સ્પષ્ટતા કરી કે, આ ફેરફાર ટૂર્નામેન્ટની માત્ર પાંચ મેચો માટે કરવામાં આવ્યો છે. આ સિવાય રિઝવાને કહ્યું કે, હરિસ રઉફ મેચ માટે ફિટ થઈ ગયો છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), ફખર જમાન, બાબર આઝમ, સઈદ શકીલ, સલમાન અલી આગા, ખુશદિલ શાહ, તૈયબ તાહિર, શાહીન આફ્રિદી, નસીમ શાહ, અબરાર અહેમદ, મોહમ્મદ હસનૈન.
ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, નાથન સ્મિથ, જેકબ ડફી, વિલિયમ ઓ'રર્કે.
ODIમાં પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ વચ્ચેનો રેકોર્ડ
- મેચ: 118
- પાકિસ્તાન જીત્યું: 61
- ન્યુઝીલેન્ડ જીત્યું: 53
- અનિર્ણિત: 3
લાઈવ પ્રસારણ વિગતો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ મેચ 19 ફેબ્રુઆરી, 2025 (બુધવાર)ના રોજ રમાશે. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. ટોસ તેના અડધો કલાક પહેલા બપોરે 2 વાગ્યે થશે.
તમે ટીવી પર પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશો. આ ઉપરાંત JioHotstar પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે