CT 2025: વિશ્વકપ રમ્યા... પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડી થઈ શકે છે ડ્રોપ
Champions Trophy 2025: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ)માંથી સફાયા બાદ ટીમ ઈન્ડિયાનું સમગ્ર ધ્યાન ચેમ્પિયન્સ ટ્રોફી પર કેન્દ્રિત થઈ ગયું છે. મેગા ઈવેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થવાની છે. વર્લ્ડકપ 2023માં ટીમનો હિસ્સો રહેલા કેટલાક ખેલાડીઓના પત્તા ભારતીય ટીમની ટીમમાંથી સાફ કરવામાં આવી શકે છે.
Trending Photos
Champions Trophy 2025 Team India: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો દરવાજો બંધ થયા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 12 જાન્યુઆરી સુધી આ આઈસીસી ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. કેટલાક ખેલાડીઓનું ભાગ્ય ચમકી શકે છે પરંતુ કેટલાક બીસીસીઆઈના પ્લાનમાં હશે નહીં. 3 એવા ખેલાડી છે જેનો વનડે રેકોર્ડ સારો રહ્યો નથી અને તેને પસંદગીકારો નજરઅંદાજ કરી શકે છે.
1. સૂર્યકુમાર યાદવ
ટી20 કિંગ સૂર્યકુમાર યાદવે રમતના નાના ફોર્મેટમાં ધમાલ મચાવી છે. ટી20 ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યાં બાદ સૂર્યાને વનડે રમવાની પણ તક મળી હતી. વનડે વિશ્વકપ 2023માં સૂર્યકુમારનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. વનડે ક્રિકેટના આંકડા પણ સૂર્યાના પક્ષમાં નથી. તેના પરથી લાગી રહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સૂર્યકુમાર યાદવને જગ્યા મળવી મુશ્કેલ છે. તેના સ્થાને બીસીસીઆઈ યશસ્વી જેવા યુવા ખેલાડીને તક આપી શકે છે.
2. રવીન્દ્ર જાડેજા
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની વનડે વિશ્વકપ 2023માં મોટી આશાઓ સાથે પસંદગી કરવામાં આવી હતી. ભારતે સતત 10 મેચ જીતી હતી, પરંતુ જાડેજા ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. જાડેજાએ વનડે વિશ્વકપ 2023ની 11 મેચમાં 16 વિકેટ લીધી હતી. બેટથી પાચં ઈનિંગમાં જાડેજાએ 39*, 8, 35, 29* અને 9 રન બનાવ્યા હતા. હવે સેના સ્થાને અક્ષર પટેલને તક મળી શકે છે.
3. ઈશાન કિશન
ત્રીજો ઈશાન કિશન છે, જેણે વિશ્વકપમાં 2 મેચ રમી હતી. એક મેચમાં 0 તો એક મેચમાં 47 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વકપ બાદ ઈશાન કિશનની ટીમમાં વાપસી થઈ નથી. તે ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર છે. વિશ્વકપ 2023 બાદ રિષભ પંતની વાપસી થઈ ગઈ છે, તેવામાં પંત ટીમ ઈન્ડિયામાં સામેલ થશે. એટલે ઈશાન કિશનની વાપસીની કોઈ આશા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે