શનિદેવની ઉલ્ટી ચાલથી બનશે મૂળ ત્રિકોણ રાજયોગ, મેષ સહિત 5 રાશિવાળાને અપાર ધનલાભ થશે!

Shani Vakri making Kendra Trikon Rajyog: જ્યોતિષ શાસ્ત્ર મુજબ 17 જૂન 2023થી શનિ વક્રી થઈ રહ્યો છે. 30 વર્ષ બાદ શનિ પોતાની કુંભ રાશિમાં છે અને હવે ઉલ્ટી ચાલ ચાલશે. તેનાથી મૂળ ત્રિકોણ રાજયોગ બનશે. શનિની વક્રી ચાલ શનિને વધુ જીદ્દી બનાવતી હોવાથી તેની તુલનાત્મક રીતે વધુ અસર લોકોના જીવન પર પડે છે. એટલે કે શનિ શુભ પ્રભાવ નાખતો હોય તો તેની અસર વધી જશે. જો નકારાત્મક ફળ આપે તો તેની તીવ્રતા વધી જાય છે.

શનિદેવની ઉલ્ટી ચાલથી બનશે મૂળ ત્રિકોણ રાજયોગ, મેષ સહિત 5 રાશિવાળાને અપાર ધનલાભ થશે!

Shani Vakri making Kendra Trikon Rajyog: જ્યોતિષ શાસ્ત્ર મુજબ 17 જૂન 2023થી શનિ વક્રી થઈ રહ્યો છે. 30 વર્ષ બાદ શનિ પોતાની કુંભ રાશિમાં છે અને હવે ઉલ્ટી ચાલ ચાલશે. તેનાથી મૂળ ત્રિકોણ રાજયોગ બનશે. શનિની વક્રી ચાલ શનિને વધુ જીદ્દી બનાવતી હોવાથી તેની તુલનાત્મક રીતે વધુ અસર લોકોના જીવન પર પડે છે. એટલે કે શનિ શુભ પ્રભાવ નાખતો હોય તો તેની અસર વધી જશે. જો નકારાત્મક ફળ આપે તો તેની તીવ્રતા વધી જાય છે. શનિની વક્રી ચાલ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કઈ રાશિવાળા માટે શુભ રહેશે તે ખાસ જાણો. 

મેષ રાશિ
વક્રી શનિ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર કરશે. તમને ધનલાભ કરાવશે. નવા સ્ત્રોતથી આવક થશે. પ્રગતિના રસ્તા ખુલશે. વેપાર કરનારાઓને મોટો લાભ થઈ શકે છે. 

વૃષભ રાશિ
વક્રી શનિ વૃષભ રાશિવાળાના જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે. કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તમને મનગમતી નોકરી અપાવી શકે છે. તમારી જવાબદારીઓ વધશે. પરંતુ તમારા પદ-પ્રતિષ્ઠા અને પૈસા પણ વધશે. આર્થિક સ્થિતિ સારી થશે. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળાને શનિની ઉલ્ટી ચાલ વિભિન્ન ક્ષેત્રોમાં લાભ કરાવશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. પરિવાર સાથે સારો સમય વિતાવશો. તમને આર્થિક લાભ થશે. 

સિંહ રાશિ
વક્રી શનિ સિંહ રાશિવાળાને લાભ કરાવશે. આર્થિક સ્થિતિમાં ઉછાળો જોવા મળશે. ધન કમાવવા માટે નવી તકો તમને મળશે. અટકાયેલા કામ પૂરા થશે. એવું કહી શકાય કે લાંબા સમયથી અટકેલા કામો પૂરા કરવા માટે આ સારો સમય છે. 

મકર રાશિ
શનિ મકર રાશિનો પણ સ્વામી છે અને શનિ વક્રી હોવાથી મકર રાશિવાળાને લાભ થશે. પૈસા કમાવવાની નવી રીત અજમાવશો તો તેમાં પણ સફળતા મળશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. કરિયર માટે સમય લાભકારી છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news