શનિના મહાગોચરની સાથે જ બનશે દુર્લભ યોગ, 3 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવશે, છપ્પરફાડ ધનલાભથી તિજોરીઓ છલકાશે!
વૈદિક જ્યોતિષ મુજબ શનિ અને શુક્ર ધનાઢ્ય યોગ બનાવશે જેનાથી કેટલાક રાશિવાળાને બંપર ફાયદો થઈ શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ...
Trending Photos
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરીને અન્ય ગ્રહો સાથે સંયોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ હાલ ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરે છે. જ્યારે 29 માર્ચના રોજ શનિ ગ્રહ પણ મીન રાશિમાં ગોચર કરશે. જેનાથી ધનાઢ્ય યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ બનવાથી કેટલાક લોકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ હશે. જાણો તે લકી રાશિઓ વિશે...
મિથુન રાશિ
તમારા માટે ધનાઢ્ય યોગનું બનવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. નોકરીયાતોને વિદેશી કંપનીઓ તરફથી ઓફર મળી શેક છે. નવા કોન્ટ્રાક્ટ અને ડીલથી બિઝનેસમેનને લાભ થશે અને બિઝનેસનો વિસ્તાર થશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓને કરિયર અંગે કોઈ ટેન્શન હશે તો તે પણ દૂર થઈ શકે છે. નાણાકીય ક્ષેત્રમાં કરાયેલા પ્રયત્નોમાં વેપારીઓને સફળતા મળશે.
વૃષભ રાશિ
ધનાઢ્ય યોગનું બનવું એ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે તે શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. ગત વર્ષે ક્યાંક રોકાણ કર્યું હશે તો તેમાં લાભ થઈ શકે છે. કપલ વચ્ચે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે.
કુંભ રાશિ
તમારા માટે ધનાઢ્ય યોગનું બનવું ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાને બની રહી છે. નાણાકીય ક્ષેત્રમાં કરાયેલા પ્રયત્નોમાં વેપારીઓને સફળતા મળશે. જૂના રોકાણથી જબરદસ્ત લાભ થઈ શકે છે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. કોમ્યુનિકેશનમાં સુધારો આવશે. જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે