Elon Musk લાવ્યા ભારતમાં નોકરીઓનું ઘોડાપુર! Teslaમાં નીકળી બંપર ભરતી...જાણો કઈ કઈ છે જગ્યા?
PM Narendra Modi એ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ત સાથે મુલાકાત કરી હતી અને હવે તેમની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં ઘણા પદો માટે અરજીઓ મંગાવી છે.
Trending Photos
લાંબા સમય પછી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે, પરંતુ ક્યાંકને ક્યાંક વાત અટકી રહી હતી. પરંતુ હવે તેનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. અમે આ નથી કહી રહ્યા, બલ્કે એલોન મસ્કની કંપનીએ જ ભારતમાં ટેસ્લા માટે જોબ (Tesla Jobs In India) ઓફર કરી છે. કંપનીએ તેના LinkedIn એકાઉન્ટ પર કંપનીમાં 13 પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે.
પીએમ મોદી અને એલોન મસ્કમાં મળ્યા હતા મુલાકાત
તાજેતરમાં તેમના અમેરિકન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલોન મસ્ક મળ્યા હતા અને તે પછી તેમની કંપની ટેસ્લાએ ભારતમાં સત્તાવાર રીતે ભરતી શરૂ કરી છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ હવે ટેસ્લા તરફથી ઘણી નોકરીઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો કે, ભારતમાં ટેસ્લા ફેક્ટરીની શરૂઆતને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ કંપનીમાં નોકરીની ઓફર માટે આપવામાં આવેલી જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દેશમાં ટેસ્લા કારની એન્ટ્રી ટૂંક સમયમાં થઈ શકે છે.
LinkedIn પર મંગાવવામાં આવી છે આ પોસ્ટ્સ માટે અરજીઓ
એલોન મસ્કની ટેસ્લા માટે ભારતમાં ઓફર કરવામાં આવતી નોકરીઓ વિવિધ વિભાગો સાથે સંબંધિત છે. LinkedIn પોસ્ટ અનુસાર આમાં કસ્ટમર સપોર્ટથી લઈને બેંકએન્ડ રોલનો સમાવેશ થાય છે.
- ઑર્ડર ઑપરેશન નિષ્ણાત
- સર્વિસ ટેકનિશિયન
- કસ્ટમર સપોર્ટ સ્પેશિએલિસ્ટ
- બિઝનેસ ઓપરેશન્સ એનાલિસ્ટ
- સેવા મેનેજર
- સ્ટોર મેનેજર
- કસ્ટમર એન્ગેજમેન્ટ મેનેજર
- કસ્ટમર સપોર્ટ સુપરવાઇઝર
- ઓર્ડર ઓપરેશન્સ સ્પેશિએલિસ્ટ
- ઇનસાઇડ સેલ્સ એડવાઇઝર
- પાર્ટસ એડવાઈજર
- ટેસ્લા એડવાઈજર
- ડિલિવરી ઓપરેશન્સ સ્પેશિએલિસ્ટ
- સરકારના આ કદમની અસર
ટેસ્લાના ભારતમાં એન્ટ્રીને લઈને જે સૌથી મોટો રોડા અટકી રહ્યો હતો, તે વિદેશમાં મેન્યુફેક્ચર્સ કારો પર લાદવામાં આવેલી જંગી આયાત જકાત હતી. ઘણી વખત આના કારણે ક્યાંકને ક્યાંક વાત બગડી રહી હતી, પરંતુ આ માટે ભારત સરકાર દ્વારા એક મોટું કદમ લેવામાં આવ્યું છે, જે અંતર્ગત 40,000 ડોલરથી વધુ કિંમતની હાઇ-એન્ડ કાર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 110% થી ઘટાડીને 70% કરવામાં આવી છે અને આ પગલું ટેસ્લાની એન્ટ્રી માટે પણ વસ્તુઓ સરળ બનાવશે તેવું લાગે છે.
આ સાથે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી નીતિ અનુસાર સ્થાનિક ઉત્પાદનમાં ઓછામાં ઓછા ₹4,150 કરોડ (500 મિલિયન ડોલર)નું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો માટે આયાત ડ્યૂટી ઘટાડવાની જોગવાઈ છે.
ભારતમાં વધી રહ્યો છે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો બાદ ઈલોન મસ્કની ટેસ્લા કાર ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશવાની આશા વધી ગઈ છે. જેનો અંદાજ ભારતમાં જોબ ઓફર માટે ટેસ્લા દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતને જોઈને પણ લગાવી શકાય છે. નોંધનીય છે કે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક દેશ છે અને 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય માટે પ્રયત્નશીલ છે. આ સાથે ઈલેક્ટ્રિક વાહનોમાં વધતી જતી રુચિને કારણે ભારત ટેસ્લા માટે એક મહત્વપૂર્ણ સ્થળ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે