Shani Ki Mahadasha: 19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, અર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા

Shani Ki Mahadasha Ke Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. ઘણી વખત કુંડળીમાં શનિદેવની સ્થિતિ સારી હોવા છતાં જો કાર્યો શુભ ન હોય તો શનિદેવ ધનની હાનિ કરે છે અને અનેક પ્રકારની કષ્ટ પણ આપે છે. જાણો શનિ મહાદશાના સંકેતો અને તેનાથી બચવાના ઉપાયો.

Shani Ki Mahadasha: 19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, અર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા

Shani Mahadasha: શનિદેવને કર્મના દેવતા કહેવામાં આવે છે. શનિ વ્યક્તિને તેના કર્મોનું ફળ આપે છે. શનિની દોઢી નજર જે વ્યક્તિ પર પડે છે, તે સારા વ્યક્તિને રસ્તા પર લાવે છે. માણસને રાજામાંથી રંક બનતા વધારે સમય લાગતો નથી. એટલા માટે દરેક વ્યક્તિ શનિની અસરથી ડરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે.

દરેક વ્યક્તિની કુંડળીમાં શનિદેવની સાડાસાતી, મહાદશા અને પનોતી આવે છે. ઘણી વખત કુંડળીમાં શનિદેવની સ્થિતિ સારી હોવા છતાં જો કાર્યો શુભ ન હોય તો શનિદેવ ધનની હાનિ કરે છે અને અનેક પ્રકારની પરેશાનીઓ પણ આપે છે. જે વ્યક્તિ પર શનિની મહાદશા હોય છે તેને જીવનમાં કેટલાક સંકેત મળવા લાગે છે.

શનિ મહાદશાના સંકેત 

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય છે જેના કારણે મોટું નુકસાન થઈ થાય અને આવું વારંવાર થઈ રહ્યું છે તો સમજી લેવું કે તમારા પર શનિની મહાદશા ચાલી રહી છે.

 - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિની મહાદશામાં હોય તો તેને તણાવ થવા લાગે છે. પરિવારના સભ્યો સાથે ઝઘડો, ઓફિસમાં કર્મચારીઓ સાથે દલીલો થવા લાગે છે.

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પર શનિની મહાદશા હોય તો તેને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. અચાનકથી નોકરી જતી રહેવી, પ્રમોશન ન થવું અથવા ધંધામાં મોટી ખોટ એ શનિની મહાદશાનો સંકેત છે.

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વખત શનિની મહાદશાના કારણે વ્યક્તિના માન-સન્માનને નુકસાન થાય છે. સમાજમાં વ્યક્તિનું અપમાનિત થવું પડે છે.

જાણો શનિ મહાદશાના ઉપાય

શનિ મહાદશા દરમિયાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિને દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દિવો પ્રગટાવવો જોઇએ અને પીપળા ઝાડની ત્રણ વાર પરિક્રમા કરવી જોઇએ. 

શનિવારના દિવસે શનિ દેવના બીજ મંત્રનો ઓછામાં ઓછા 108 વખત જાપ કરવો જોઇએ. 

શનિવારના દિવસે કોઇ ગરીબ વ્યક્તિને પોતાના કાળા તલ, દાળ અને સરસિયાના તેલ વગેરે સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news