Roti Ke Upay: રોટલી બનાવવા લોઢી ગરમ કરો ત્યારે કરી લો આ ટોટકો, ઘરમાં દિવસ-રાત વધશે બરકત

Roti Ke Upay: જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં રોટલી બનાવવાની લોઢીને લઈને એક જબરદસ્ત ટોટકો જણાવવામાં આવ્યો છે. જો તમે રોટલી બનાવતા પહેલા આ કામ કરી લો છો તો માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર વરસે છે. આ કામ રોજ કરી લેવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે.

Roti Ke Upay: રોટલી બનાવવા લોઢી ગરમ કરો ત્યારે કરી લો આ ટોટકો, ઘરમાં દિવસ-રાત વધશે બરકત

Roti Ke Upay: વાસ્તુશાસ્ત્રમાં ઘરની મહત્વની વસ્તુઓના ઉપયોગ અને તેને કેવી રીતે સાચવવી તેના કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આજે તમને ઘરના રસોડામાં રહેલી આવી જ એક વસ્તુના ઉપયોગ વિશે જણાવીએ. આ વસ્તુ છે રોટલી બનાવવાની તવી અથવા તો લોઢી. જેનો ઉપયોગ દરેક ઘરમાં રોજેરોજ થાય છે.

રોટલી બનાવવાની લોઢીને લઈને કેટલાક વાસ્તુ નિયમો પણ છે જો તમે આ નિયમોનું પાલન કરો છો તો ઘરમાં હંમેશા બરકત રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારું ઘર ધન અને ધન્ય બંનેથી છલોછલ રહે છે. તેવી જ રીતે જો તેને રાખવામાં તમે કેટલીક ભૂલ કરો છો તો તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે છે. 

જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં રોટલી બનાવવાની લોઢીને લઈને એક જબરદસ્ત ટોટકો જણાવવામાં આવ્યો છે. જો તમે રોટલી બનાવતા પહેલા આ કામ કરી લો છો તો માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર વરસે છે. આ કામ રોજ કરી લેવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે. જ્યારે પણ તમે રોટલી બનાવવા માટે તવાને ગરમ કરો તો તેના પર સૌથી પહેલા દૂધ છાંટી દેવું. ત્યાર પછી જે પહેલી રોટલી બને તે ગાયને ખવડાવવી. આ કામ કરવાથી ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે. 

તવા સંબંધિત મહત્વના નિયમ

- રોટલી બનાવ્યા પછી ક્યારેય લોઢીને સાફ કર્યા વિના રાખી ન દો. લોઢી ઠંડી થાય એટલે તેને સાફ કરી તેના યોગ્ય સ્થાન પર મૂકી દો. જો તમે રોટલી બનાવેલી લોઢી ગંદી મૂકી દો છો તો ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.

- રોટલી બનાવવા માટે જ્યારે લોઢીને ગેસ પર રાખો તો તેના પર થોડું નમક છાંટી દેવું આમ કરવાથી રસોડાનો વાસ્તુદોષ દૂર થાય છે. 

- ઘરમાં બનતી પહેલી રોટલી હંમેશા ગાયને ખવડાવી અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી. આ નિયમનું પાલન કરવાથી ઘર પર આવતા સંકટ ટળી જાય છે અને દેવી-દેવતાઓની કૃપા ઘર પર રહે છે. 

- રસોડામાં તવો એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવનાર વ્યક્તિની નજર ન પડે એટલે કે લોઢીને હંમેશા છુપાવીને રાખવી. 

- લોઢીને હંમેશા આડી કરીને રાખવી જોઈએ ઊભી લોઢી અશુભ ગણાય છે.

- રોટલી બનાવી લીધા પછી લોઢી ત્યારે જ સાફ કરવી જ્યારે તે ઠંડી થઈ જાય જો ગરમ તવા પર પાણી નાખો છો તો તે જીવનમાં સમસ્યા વધે છે. 

- રસોડામાં લોઢીને હંમેશા જમણી તરફ રાખવી જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news