એશિયા સૌથી ધનિક વ્યક્તિની પત્ની પણ રોજ 50 રૂપિયાનો જ્યુશ પીને કાઢે છે દિવસો!

Nita Ambani Diet Secret: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે પોતાની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ કરતી નથી. પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ પોતાના ડાયટ વિશે વાત કરતા ખુલાસો કર્યો હતો કે તે દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવે છે. ચાલો જાણીએ તેના ફાયદા શું છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

1/5
image

બીટમાં હાજર નાઈટ્રેટ્સ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. નિયમિતપણે બીટરૂટનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

હાર્ટના સ્વાસ્થ્ય માટે

2/5
image

બીટમાં હાજર ફાઈબર, પોટેશિયમ અને નાઈટ્રેટ્સ હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આ તત્વો લોહીના પ્રવાહમાં સુધારો કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

એનિમિયા સામે લડે છે

3/5
image

બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે એનિમિયા સામે લડવામાં મદદ કરે છે. એનિમિયાના દર્દીઓ માટે બીટરૂટનો રસ ખૂબ જ ફાયદાકારક છે.

પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

4/5
image

બીટમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે. તે કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

સ્ટેમિના વધારે છે

5/5
image

બીટમાં હાજર નાઈટ્રેટ્સ સ્નાયુઓને ઓક્સિજનનો પુરવઠો વધારે છે, જેનાથી સ્ટેમિના વધે છે. બીટરૂટનો રસ એથ્લેટ્સ અને જિમ જનારાઓ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.