આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
Most expensive nail paint: આ વાત તો તમે જાણતા હશો કે છોકરીઓને મેકઅપનો સામાન ઘણો મોંઘો હોય છે. પરંતુ આ નેઈલ પોલિશના રેટ જાણીને તમે હેરાન રહી જશો.
Trending Photos
Most expensive nail polish: જ્યારે મેકઅપની વાત આવે છે તો અનેક પ્રોડક્ટ્સના નામ આવે છે. આ પ્રોડક્ટ્સમાં નેઈલ પેઈન્ટ કે નેઈલ પોલિશ પણ ઘણી મહત્વની છે. અવારનવાર મોંઘી લિપસ્ટિકનો ઉલ્લેખ હોય છે. પરંતુ અનેક નેઈલ પોલિશ એવી પણ છે જેમને ખરીદવા માટે એટલા પૈસા જોઈએ કે તમે લક્ઝરી ગાડી કે ફ્લેટ પણ લઈ શકો છો. જી,હા દુનિયામાં એક એવી નેઈલ પોલિશ પણ છે. જેને ખરીદવા માટે પૈસાદાર હોવું જરૂરી છે. તો આજે અમે તમને બતાવીશું કે આ નેઈલ પેઈન્ટ કેવી છે અને તે કેમ મોંઘી છે.
નખને બનાવે છે સુંદર
લોસ એન્જેલસ ડિઝાઈનર Azature Pogosianએ એક ખાસ નેઈલ પેઈન્ટ તૈયાર કરી છે. જેનો કલર બ્લેક છે અને તે નખની ખૂબસૂરતીને લક્ઝરી સ્ટાઈલમાં વધારે આપે છે.
કેટલી કિંમત છે નેઈલ પોલિશની
હવે વાત કરીએ તેની કિંમતની. તેની કિંમત લગભગ 2,50,000 ડોલર છે એટલે કે ભારતીય બજારમાં તેની કિંમત 1 કરોડ 90 લાખ છે. હવે વિચારી લો જ્યારે 2 કરોડ રૂપિયાની આ નેઈલ પોલિશને લગાવવી કેટલી મોંઘી પડી શકે છે.
કેમ આટલી મોંઘી છે નેઈલ પોલિશ
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે તે કેમ આટલી મોંઘી છે?. તો તેનો જવાબ છે એક લક્ઝરી જ્વેલરી ડિઝાઈનરે તેને તૈયાર કરી છે. અને તેમાં 267 કેરેટના બ્લેક ડાયમંડસ છે. બ્લેક ડાયમંડસનો ઉપયોગ થવાના કારણે તેની કિંમત આટલી વધારે છે. Azature ઉપરાંત બજારમાં અનેક મોંધી નેઈલ પોલિશ છે. જે પ્લેટિનમ પાઉડરથી બનવાના કારણે જાણીતી છે. તેના સિવાય અનેક નેઈલ પેઈન્ટ પોતાની બોટલના કારણે ખાસ ચર્ચામાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે