Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, આવો મોકો ફરી નહીં મળે


Gujarat High Court: યુવાનો માટે ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ છે. હાઈકોર્ટમાં સિવિલ જજના પદ માટે ભરતી થવા જઈ રહી છે. આ વેકેન્સી સંબંધિત જરુરી જાણકારી અહીં આપવામાં આવી છે.

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, આવો મોકો ફરી નહીં મળે

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજના પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ભરતી અભ્યાન હેઠળ 200થી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં કાયમી સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ નોકરીની ખાસ વાત એ હશે કે નોકરી માટે પસંદગી પામનાર ઉમેદવારને સારામાં સારો પેસ્કેલ અને અન્ય સરકારી સુવિધાઓ પણ મળશે. 

નોકરી માટેની મહત્વપૂર્ણ તારીખો 

અરજી કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2025 
પ્રિલિમ્સ પરીક્ષા 23 માર્ચ 2025 
મુખ્ય લેખિત પરીક્ષા 15 જુન 2025 
ઇન્ટરવ્યૂ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2005 

શૈક્ષણિક લાયકાત 

ગુજરાત હાઇકોર્ટમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યાની ડીગ્રી હોવી જરૂરી છે. સાથે જ ગુજરાતી ભાષામાં પ્રવીણતાની પરીક્ષા પાસ કરેલી હોવી પણ જરૂરી છે. 

વય મર્યાદા 

આ ભરતી માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. જ્યારે આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 38 વર્ષ નક્કી કરવામાં આવી છે. 

આ ભરતી માટે અરજી કરવાની ફી સામાન્ય વર્ગ માટે 2,000 પ્લસ બેંક ચાર્જ રહેશે. જ્યારે આરક્ષિત વર્ગ માટે ફી 1000 રૂપિયા પ્લસ બેંક ચાર્જ હશે. આ નોકરી માટે અરજી કરવાની હોય તો ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઈટ પર જવું અને સિવિલ જજ રિક્રુટમેન્ટ 2025 ઓપ્શન પર ક્લિક કરી, ન્યુ રજીસ્ટ્રેશન પસંદ કરો. ત્યાર પછી જરૂરી માહિતી ભરો અને ફોર્મ સબમીટ કરો. ફોર્મ ભરતી વખતે શૈક્ષણિક યોગ્યતાના પ્રમાણપત્ર, ફોટો અને ડિજિટલ સિગ્નેચરની જરૂર પડશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news