Morning Tips: સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત

Morning Tips: સવારના સમયે દરેક વ્યક્તિ દોડાદોડીમાં હોય છે. તેથી વધારે સમય કાઢવો મુશ્કેલ છે. પરંતુ કોઈપણ વ્યક્તિ પોતાના માટે 5 મિનિટનો સમય તો કાઢી જ શકે. એટલા માટે આજે તમને 5 મિનિટમાં કરી શકાય તેવા યોગાસન વિશે જણાવીએ જે તમને એનર્જી અને માનસિક શાંતિનો અનુભવ કરાવશે.

Morning Tips: સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત

Morning Tips:આજના હરીફાઈના યુગમાં દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના સ્ટ્રેસથી ઘેરાયેલી રહે છે. ઓફિસની ડેડલાઇન, પરિવારની જવાબદારી અને પર્સનલ સમસ્યાઓ વચ્ચે માનસિક શાંતિ છીનવાઈ ગઈ હોય તેવું લાગતું હોય છે. જો તમને પણ માનસિક શાંતિ મળતી ન હોય અને શરીર સતત થાકેલું લાગતું હોય તો દિવસની શરૂઆતમાં ફક્ત 5 મિનિટનો સમય કાઢો અને આ યોગાસન કરો. 

યોગ કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકે છે. આજના સમયમાં માનસિક શાંતિ સૌથી વધારે મહત્વની છે જો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય તો ઝડપથી સફળ પણ બને છે. માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. માનસિક શાંતિ મેળવવા માટે રોજ ફક્ત પાંચ મિનિટનો સમય કાઢો તે પૂરતું છે. 

સવારના દિવસની શરૂઆત કરો ત્યારે ફક્ત 5 મિનિટનો સમય કાઢીને અહીં જણાવેલા યોગાસન કરવાની શરૂઆત કરો. આ યોગાસન કરી લેવાથી આખા દિવસના પડકારોનો સામનો કરવાની અને દોડધામ કરવાની એનર્જી મળે છે. તેના માટે દિનચર્યામાં ફક્ત 5 મિનિટના આ યોગાસનનો સમાવેશ કરો. 

અનુલોમ વિલોમ- 1 મિનિટ 

સૌથી પહેલા અનુલોમ વિલોમથી શરૂઆત કરો. આરામદાયક સ્થિતિમાં બેસો અને એક નાક બંધ કરી બીજા નાકથી શ્વાસ અંદર લેવો ત્યાર પછી જેના ખુલ્લું હોય તેને બંધ કરીને બીજા નાખથી શ્વાસ બહાર કાઢો. એક મિનિટ માટે આ અભ્યાસ કરશો તો મન શાંત થશે. 

ભુજંગાસન -1 મિનિટ 

આ આસન કરવા માટે ઊંધા સુઈ જવું અને હાથને ખભા પાસે રાખો. ત્યાર પછી શ્વાસ લઈ અને શરીરના ઉપરના ભાગને ઉપર તરફ ઉઠાવો. એક મિનિટ માટે આ યોગાસન કરો. આ યોગાસન કરોડરજ્જુને મજબૂત કરે છે અને શરીરને રિલેક્સ કરે છે. 

કેટ કાઉ પોઝ - 1 મિનિટ 

આ યોગાસન શરીરને લચક આપે છે અને સ્ટ્રેસ ફ્રી કરવામાં મદદ કરે છે. તેને કરવા માટે હાથ અને ઘૂંટણને જમીન પર રાખો. ત્યાર પછી શ્વાસ લેતી વખતે પેટને નીચેની તરફ ઝુકાવો અને માથું ઉપર કરો. શ્વાસ છોડતી વખતે પેટને અંદરની તરફ ખેંચો અને માથું નીચે કરો. 

બાલાસન - 1 મિનિટ 

જમીન પર ગોઠણના આધારે બેસો અને શરીરને આગળની તરફ ઝૂકાવો આ સમયે હાથને સીધા રાખો. આ પોઝ મસલ્સને આરામ આપે છે. 

શવાસન - 1 મિનિટ 

આ યોગ છેલ્લી 1 મિનિટ માટે જમીન પર સીધા સુઈ જાવ અને હાથને સાઈડમાં રાખો. શ્વાસ ધીરે ધીરે લ્યો અને શરીરને ઢીલું છોડી દો. 

આ યોગ કરવાના ફાયદા

સવારના સમયે આ  5 યોગાસન 1-1 મિનિટ માટે કરવાનું રાખશો તો શરીર રિલેક્સ થશે અને સાથે જ મેન્ટલ હેલ્થ પર પણ પોઝિટિવ અસર થશે. 5 મિનિટના યોગાસન તમને ચિંતા મુક્ત રાખશે અને કામમાં તમારું ફોકસ પણ વધારશે. દિવસની શરૂઆત યોગ કરીને કરશો તો આખો દિવસ એનર્જેટિક રહેશો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news