ગુજરાતના કયા જિલ્લાઓમાં છે સૌથી ભારે વરસાદની આગાહી? આકાશ ઘાટા વાદળોથી ઘેરાયેલું રહેતા વિઝિબિલિટી ઘટી

Gujarat Weather Forecast: હજુ 24 કલાક ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જે મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, પાટણ, મહેસાણામાં કમોસમી વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કમોસમી વરસાદની આગાહી છે.

1/8
image

ગુજરાતમાં હજુ 24 કલાક કરા સાથે કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તો મધ્ય ગુજરાતમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામમાં આજે વરસાદની આગહી છે. ત્યારે હવામાન વિભાગે આજ માટે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે સવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મ્સની આગાહી છે. તો મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ગાઢ ધુમ્મ્સ છવાયેલુ રહેશે. આજે રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. 

2/8
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમણે 28 ડિસેમ્બર સુધી માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાથી ભેજના કારણે માવઠાની સંભાવના છે. જેને કારણે બનાસકાંઠા અને સાંબરકાંઠામાં સૌથી વધારે માવઠાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. 

3/8
image

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે. 

4/8
image

જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી. જે મુજબ કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે. 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે. 

5/8
image

અમદાવાદ અને ગાંધીનગરમા પણ માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતવરણ રહેશે. સમગ્ર ગુજરાતમાં મોસમના આવેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાની થવાની સંભાવના છે. માવઠા બાદ તીવ્ર ઠંડી આવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ કે દાસે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિ કલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. 

6/8
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 27, 28, 29 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આ દિવસોમાં કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદથી કેટલાક પાકો અને શાકભાજીમાં નુકસાની થશે. રીંગણ, દિવેલા રાઇ જેવા પાકોમાં નુકસાની થવાની શક્યતા વધારે છે.  

7/8
image

ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે. 

8/8
image

કોલ્ડ વેવના કારણે 31 ડિસેમ્બર સુધી શિયાળાની સૌથી વધુ ઠંડી પડી શકે છે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહી વરસે. ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે.