નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો

Manmohan Singh Memorial Controversy: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે શનિવારે નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના ઘણા નેતાઓએ તેને પૂર્વ પ્રધાનમંત્રીનું અપમાન ગણાવ્યું છે. 

 નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો

નવી દિલ્હીઃ દેશના પહેલા શીખ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા. પરંતુ તેમના સંસ્કાર રાજઘાટ પર ન થવાથી કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે મોદી સરકાર પર શીખોનું અપમાન ગણાવ્યું. તો આપના સંયોજેક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર 1000 ગજ જમીન પણ ન આપવાનો આરોપ લગાવ્યો. આ અંગે શું છે સમગ્ર હકીકત?... જોઈશું આ અહેવાલમાં...

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા... આ નિર્ણયથી રાજનીતિક વર્તુળોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે... કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને પૂર્વ પ્રધાનમંત્રીઓ પ્રત્યે સન્માનની પરંપરાનું ઉલ્લંઘન ગણાવ્યું છે... તેમણે પોસ્ટ કરી.

एक दशक के लिए वह भारत के प्रधानमंत्री रहे, उनके दौर में देश आर्थिक महाशक्ति बना और उनकी नीतियां आज भी देश के…

— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2024

ડૉ. મનમોહન સિંહ આપણા સર્વોચ્ય સન્માન અને સમાધિ સ્થળના હકદાર છે.. સરકારે દેશના આ મહાન પુત્ર અને તેમની ગૌરવશાળી કોમ પ્રત્યે આદર દર્શાવવો જોઈતો હતો. આજ સુધી તમામ પૂર્વ પ્રધાનમંત્રીઓની ગરિમાનો આદર કરતાં તેમના અંતિમ સંસ્કાર સત્તાવાર સમાધિ સ્થળમાં કરવામાં આવ્યા.  જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી શકે.

भारत के पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी का अंतिम संस्कार निगम बोध घाट पर किया गया। इसके पूर्व भारत के सभी प्रधानमंत्रियों का अंतिम संस्कार राजघाट पर किया जाता था।

सिख समाज से आने वाले, पूरी दुनिया में ख्याति प्राप्त, 10 वर्ष भारत के…

— Arvind Kejriwal (@ArvindKejriwal) December 28, 2024

તો આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીની વાતને સમર્થન આપ્યું. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે- શીખ સમાજથી આવનારા, આખી દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત, 10 વર્ષ ભારતના પ્રધાનમંત્રી રહેલાં ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 ગજ જમીન પણ આપી શકી નહીં?.

કોંગ્રેસની આ માગણી સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ હામી ભરી અને મનમોહન સિંહને ભારત રત્ન આપવાની માગણી કરી... જોકે તેમણે કોંગ્રેસ સામે કેટલાંક સવાલ પણ ઉઠાવ્યા....

આ અંગે વિવાદ થતાં ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેનો જવાબ આપ્યો. કેન્દ્ર સરકારે દિવંગત પ્રધાનમંત્રી મનમોહન સિંહનું સ્મારક બનાવવા માટે મંજૂરી તો આપી છે... પરંતુ તેમનું સ્મારક ક્યાં અને ક્યારે બનશે તે અંગે હજુ ખુલાસો બાકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news