વિશ્વ યુવા કૌશલ દિવસ: PM મોદીએ કહ્યું- સ્કિલ યુવાઓની સૌથી મોટી શક્તિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના વિશ્વ યુવા કૌશલ દિવસ પર યુવાઓને કૌશલ વધારવાનો મંત્ર આપ્યો. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, સ્કિલ યુવાઓની સૌથી મોટી શક્તિ છે. સ્કિલ માત્ર રોજી રોટી કમાવવા માટે નથી
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના વિશ્વ યુવા કૌશલ દિવસ પર યુવાઓને કૌશલ વધારવાનો મંત્ર આપ્યો. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, કોરોનાના આ સંકટે વિશ્વ સંસ્કૃતિની સાથે જ જોબની પ્રકૃતિને પણ બદલી દીધી છે. બદલાતી આ નિત્ય નૂતન તકનીકીએ પણ તેના પર પ્રભાવ ઉભો કર્યો છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, સ્કિલ યુવાઓની સૌથી મોટી શક્તિ છે.
પીએમ મોદીએ વિશ્વ યુવા કૌશલ દિવસ પર તમામ યુવાનોને શુભકામનાઓ આપતા કહ્યું કે, આજનો આ દિવસ તમારી સ્કિલને, તમારા કૌશલને સમર્પિત છે. ઘણા લોકો મને પૂછે છે કે આજના સમયમાં, વ્યવસાય અને બજારોમાં એટલી ઝડપથી બદલાવ આવે છે કે તેઓ સુસંગત કેવી રીતે રહેવું તે સમજી શકતા નથી. કોરોનાના આ સમયમાં તો આ સવાલ વધુ મહત્વનો છે. હું તેનો એક જ જવાબ આપુ છું. સુસંગત રહેવાનો મંત્ર છે: સ્કિલ, રી-સ્કિલ અને અપસ્કિલ.
પીએમ મોદીએ કહ્યું કે, સ્કિલનો અર્થ છે, તમે કોઇ નવી કુશળતા શીખો. જેમ કે તમે લાડકીના એક ટુકડામાંથી ખુરશી બનાવતા શીખ્યા. તો તે તમારી કુશળતા થઈ. તમે લાકડીના તે જ ટુકડાની કિંમત વધારી દીધી. વેલ્યૂ એડિશન કર્યું. પરંતુ તે કિંમત બની રહે, તેના માટે નવી ડિઝાઇન, નવી સ્ટાઇલ, એટલે કે રોજ કંઇક નવું જોડવું પડે છે. તેના માટે નવું શીખતા રહેવું પડે છે અને કંઇક નવું શીખતા રહેવાનો અર્થ છે રી-સ્કિલ.
PMએ કહ્યું, સ્કિલ, રી-સ્કિલ અને અપસ્કિલનો આ મંત્ર જાણવો, સમજવો અને તેનું પાલન કરવાનું છે. આપણાં બધાના જીવનમાં ઘણું મહત્વપૂર્ણ છે.
સ્કિલ ઇન્ડિયા મિશનની 5મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કહ્યું કે, સ્કિલ માત્ર રોજી-રોટી કમાવવા માટે નથી. તે આપણાં માટે નવી પ્રેરણા લેઇને આવે છે. સ્કિલની શક્તિ માણને નવી ઉંચાઇઓ પર પહોંચાડી શકે છે. નવી સ્કિલથી જીવન પ્રત્યે ઉત્સાહ બને છે. યોગ્યતા માણસના જીવનને શક્તિ આપે છે. કંઇક નવું શીખવાની ઇચ્છા ન હોય તો જીવન રોકાઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે