Corona Update: તહેવારો ટાણે કેવી છે કોરોનાની સ્થિતિ? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 30,548 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 88,45,127 પર પહોંચ્યો છે. જેમાંથી 4,65,478 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે જ્યારે 82,49,579 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 43,851 દર્દીઓ રિકવર થયા.
With 30,548 new #COVID19 infections, India's total cases rise to 88,45,127. With 435 new deaths, toll mounts to 1,30,070
Total active cases at 4,65,478 after a decrease of 13,738 in the last 24 hrs
Total discharged cases at 82,49,579 with 43,851 new discharges in last 24 hrs pic.twitter.com/7zRLIB7VCM
— ANI (@ANI) November 16, 2020
કોરોનાના કુલ 12,56,98,525 ટેસ્ટ
દેશમાં એક જ દિવસમાં કોરોનાના કારણે 435 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,30,070 પર પહોંચ્યો છે. કોરોના ટેસ્ટિંગની વાત કરીએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 12,56,98,525 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી ગઈ કાલે એટલે કે 15મી નવેમ્બરે 8,61,706 કોરોનાના ટેસ્ટ કરાયા હતા.
A total of 12,56,98,525 samples tested for #COVID19 up to 15th November, of these 8,61,706 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/2x1xe2ZyOM
— ANI (@ANI) November 16, 2020
કોરોના પર નવો ખુલાસો
દુનિયાભરમાં કોરોના વાયરસ (Corona Virus) ની કુલ માત્રા એક ચમચી જેટલી છે. કોરોના વાયરસ માઈક્રોસ્કોપ આકારના છે અને હવે દુનિયાભરમાં 5.48 કરોડ કેસ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં તેની માત્રાની વાત કરીએ તો કુલ માત્રા 8 મિલીલીટર છે. આ આંકડા ટેલિવિઝન હસ્તી અને ગણિતજ્ઞ મેટ પાર્કરે આપ્યા છે. તેમણે અનેક વાતોને ધ્યાનમાં રાખીને આ તારણ કાઢ્યું છે. તેમનું કહેવું છે કે જો વાયરસની માત્રા ઘણી વધુ હશે તો પણ એક શોટ ગ્લાસ જેટલી જ હશે.
કેવી રીતે કરાયું આકલન
પાર્કરનું કહેવું છે કે કોવિડ-19 સામાન્ય મનુષ્ય સેલની સરખામણીમાં લાખો ગણો નાનો છે. પાર્કરે દરેક પીડિતમાં જેટલા cellsને વાયરસે ઈન્ફેક્ટ કર્યા, તેના આધારે ગણતરી શરૂ કરી. આ માટે તેમમે સ્વાબ અને રિસર્ચમાં મળી આવેલા વાયરલ લોડની મદદ લીધી. દરરોજ દુનિયાભરમાં 3 લાખ નવા કેસોની ગણતરી 14 દિવ સુધી રહેલા ઈન્ફેક્શન સાથે કરવામાં આવી.
આ ગણતરી (multiply) કરવામાં આવતા જાણવા મળ્યું કે 3.3 અબજ વાયરલ સેલ વસ્તીમાં હાજર છે. તેના આકારના આધારે તેમણે જણાવ્યું કે તેઓ ખુબ ઓછી જગ્યા રોકે છે. પાર્કરનું કહેવું છે કે વાયરસનો હકીકતમાં ફક્ત એક કોડ હોય છે જે માણસના શરીરમાં ગડબડી પેદા કર્યા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે