આ ભેંસ ગર્ભવતી થઈ તો આખું રાજ્ય કરી રહ્યું છે ઉજવણી, ખાસ જાણો કારણ 

છત્તીસગઢમાં હાલના દિવસોમાં પશુપ્રેમીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે  કે છત્તીસગઢના પશુપ્રેમીઓ હાલ એક જંગલી ભેંસને લઈને ખુબ ખુશ છે.

આ ભેંસ ગર્ભવતી થઈ તો આખું રાજ્ય કરી રહ્યું છે ઉજવણી, ખાસ જાણો કારણ 

રાયપુર: છત્તીસગઢમાં હાલના દિવસોમાં પશુપ્રેમીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે  કે છત્તીસગઢના પશુપ્રેમીઓ હાલ એક જંગલી ભેંસને લઈને ખુબ ખુશ છે. કારણ કે આ ભેંસ માતા બનવાની છે. આ જ કારણ છે કે ચારેબાજુ લોકો આ જંગલી ભેંસની ચર્ચા કરી રહ્યાં છે. આ જંગલી ભેંસનું નામ ખુશી છે અને આખા વન વિસ્તારના લોકો હાલ ખુશીની દેખરેખમાં લાગ્યા છે. 

વિસ્તારના લોકોના જણાવ્યાં મુજબ માસના અંત સુધીમાં કે પછી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ખુશી બાળકને જન્મ આપી શકે છે. આવામાં ખુશીની દેખરેખમાં લાગેલા લોકો તેની સારી રીતે દેખભાળ કરી રહ્યાં છે. એટલું જ નહીં ડોક્ટરો પણ ખુશીથી ચેકઅપ કરવા માટે આવે છે. ખુશીનો કોઈ તકલીફ ન થાય તે માટે કોઈને કોઈ ત્યાં હાજર રહે છે. ખુશી ગર્ભવતી હોવાના કારણે વન વિભાગ ખુબ ખુશ છે. ખુશીને સ્પેશિયલ દેખરેખમાં રખાઈ છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે જંગલી ભેંસ છત્તીસગઢનું રાષ્ટ્રીય પશુ છે. જેની પ્રજાતિ લુપ્ત થવાની કગાર પર છે. ઉદંતી અભ્યારણ્યમાં માત્ર 8 જંગલી ભેંસો બચી છે અને તેમા પણ માદા જંગલી ભેંસ તો માત્ર બે જ છે. એક આશા અને બીજી ખુશી. 

આશા હવે વૃદ્ધ થઈ ગઈ છે અને પ્રજનન યોગ્ય નથી. જ્યારે તેની પુત્રી ખુશી જ હવે વંશને આગળ વધારી શકે તેમ છે. ખુશી પહેલીવાર ગર્ભવતી બની છે. આથી વન વિભાગ તેની દેખરેખમાં કોઈ કમી રાખવા માંગતો નથી. હાલ ખુશીને ઉદંતી અભ્યારણ્યના વાડામાં રાખવામાં આવી છે. જ્યાં વિશેષજ્ઞ ડોક્ટરો દ્વારા તેની નિયમિત તપાસ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news