ચૂંટણી ટાણે સુપ્રીમ કોર્ટમાંથી AAP ને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો, ઓફિસ ખાલી કરવા કહ્યું

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને ઓફિસ ખાલી કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. ચૂંટણી બાદ તેણે જગ્યા ખાલી કરવી પડશે. 

ચૂંટણી ટાણે સુપ્રીમ કોર્ટમાંથી AAP ને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો, ઓફિસ ખાલી કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટ તરફથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. પાર્ટીએ હવે રાઉઝ એવન્યુ સ્થિત પોતાની ઓફિસ 15મી જૂન સુધીમાં ખાલી કરવી પડશે. કોર્ટે આદેશ આપ્યો છેકે આમ આદમી પાર્ટીએ 15મી જૂન સુધીમાં ઓફિસ ખાલી કરી દેવી. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને ઓફિસ ખાલી કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. ચૂંટણી બાદ તેણે જગ્યા ખાલી કરવી પડશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમ આદમી પાર્ટી પોતાની ઓફિસ ખોલવા માટે જમીન મુદ્દે કેન્દ્ર સરકાર સમક્ષ અરજી કરે. કોર્ટના જણાવ્યાં મુજબ રાઉઝ એવન્યુ સ્થિત આમ આદમી પાર્ટીની ઓફિસ દિલ્હી હાઈકોર્ટને અપાયેલી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે. આ જમીનનો ઉપયોગ રાઉઝ એવન્યુ કોર્ટ પરિસરના વિસ્તાર માટે થવાનો હતો. અહીં એક વધારાનો કોર્ટરૂમ બનાવવાનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે તમને 3 મહિનાનો વધારાનો સમય આપી રહ્યા છીએ. ત્યારબાદ આ જગ્યા ખાલી કરવી પડશે. 

નવી જમીન માટે L&DO માં અરજી કરો
મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે  બી પારડીવાલા, અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચે AAP ને કાર્યાલય માટે વૈકલ્પિક જમીન ફાળવવા માટે લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ L&DO સાથે સંપર્ક કરવા કહ્યું. કોર્ટે AAP ને કહ્યું કે હાલ જમીન પર કબજો ચાલુ રાખવાનો  તમારી પાસે કોઈ કાનૂની હક નથી. અમે L&DO ને તમારી અરજી પર કાર્યવાહી ક રવા અને 4 અઠવાડિયાની અંદર તમારો નિર્ણય જણાવવા માટે કહીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news