J&K: આંખો નથી છતાં મોટા મોટા કેસ લડે છે આ વકીલ, કહે છે- 'મારા મિત્રો જેવા કોઈ નહીં'

જમ્મુ અને કાશ્મીરથી સામાન્ય રીતે આતંકી અથડામણના જ સમાચાર આવતા હોય છે. પરંતુ આ કિસ્સો જાણીને તમે સલામ કરશો આ વકીલને. 

J&K: આંખો નથી છતાં મોટા મોટા કેસ લડે છે આ વકીલ, કહે છે- 'મારા મિત્રો જેવા કોઈ નહીં'

જતિન્દર નૂરા, જમ્મુ: એક એવી વ્યક્તિ કે જેણે આંખો ન હોવા છતાં પણ પોતાના સપના સાકાર કરવામાં જરાય પાછી પાની ન કરી. આજે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં એક માત્ર એવો વકીલ છે જેની આંખો નથી પરંતુ આમ છતાં તે કોઈ પણ અન્ય વકીલ કરતા જરાય કમ નથી. આંખો નથી  છતાં આ વકીલ અન્ય વકીલની જેમ જ મોટા મોટા કેસ લડવાની તાકાત ધરાવે છે. દરેક જણ વકીલ સૂરજ સિંહના જુસ્સાને સલામ કરે છે. 

જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં સાડા ત્રણ હજારથી વધુ વકીલ છે અને સૂરજ સિંહ એક એવા વકીલ છે જેમની આંખો નથી. સૂરજ સિંહનો જન્મ કઠુઆની તહસીલ લોહાઈ મલાલમાં થયો. સૂરજ સિંહના માતા પિતા ગામમાં જમીનદારી કરે છે. સારું શિક્ષણ મેળવવા માટે સૂરજે જમ્મુ તરફ ડગ માંડ્યા અને જમ્મુમાં રહીને કાયદાનો અભ્યાસ કર્યો. જમ્મુમાં રહેવા માટે તેમણે ખુબ સંઘર્ષ કરવો પડ્યો. એક તો આંખોથી દેખાતું નહતું અને અભ્યાસ માટે કોલેજ જવું પણ મુશ્કેલ બનતું હતું. 

'મારા મિત્રો જેવા કોઈ નહીં'
સૂરજ સિંહને તેમના મિત્રોએ ખુબ સાથ આપ્યો. જ્યારે મિત્રોનો સાથ મળ્યો તો તેમણે પાછળ વળીને જોયું જ નહીં. સૂરજના મિત્રો તેમને ઘરેથી કોલેજ લઈ જતા અને જેમ જેમ કાયદાનો અભ્યાસ કરતા ગયા તેમ તેમ જીવનની લડત પણ આગળ વધતી ગઈ. મિત્રો સાથે નાતો પણ ઊંડો થતો ગયો. મિત્રોના કરાણે જ સૂરજ સિંહ વકીલ બન્યા. જ્યારે પણ સૂરજ પોતાના મિત્રોનો ઉલ્લેખ કરે છે ત્યારે ભાવુક થઈ જાય છે અને કહે છે કે મારા મિત્રો જેવું કોઈ નથી. જેમણે અભ્યાસથી લઈને રસ્તાની સફર સુધી મારો સાથ આપ્યો. 

સરકારથી નારાજ છી સૂરજ
સૂરજને સરકારથી અનેક ફરિયાદો છે. તેમનું કહેવું છે કે સરકારે એવા લોકો માટે આગળ આવવું જોઈએ જેમને સમાજમાં કોઈ જગ્યા આપવામાં આવતી નથી અને તેમની જિંદગી અંધારામાં પસાર થઈ જાય છે. આ પ્રકારના લોકોમાંથી બહુ ઓછા લોકો છે જેઓ પોતે કોશિશ કરે છે અને આગળ વધે છે. એક એવો વ્યક્તિ કે જેમાં દરેક એ કરવાનો જુસ્સો છે જે સાધારણ વ્યક્તિ કરી શકે છે તેને બસ થોડા સહારાની જરૂર હોય છે. તે થોડા સહારાની મદદથી જ તે પોતાના સપના સાકાર કરી લે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news