Budget 2025 Impact: પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાતથી એગ્રી કંપનીના આ શેરમાં જોરદાર ઉછાળો

Budget 2025 Impact: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત બાદ શનિવારે અને 01 ફેબ્રુઆરીના રોજ કૃષિ કંપનીઓના શેર ઉડી રહ્યા છે. આ યોજના હેઠળ ઓછી ઉપજ ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.

1/7
image

Budget 2025 Impact: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત બાદ શનિવારે કૃષિ કંપનીઓના શેરમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ યોજના હેઠળ ઓછી ઉપજ ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. 

2/7
image

બીએસઈ પર, કાવેરી સીડ કંપનીના શેર 6.99 ટકા વધીને 964.85 રૂપિયા, મંગલમ સીડ્સ 3 ટકા વધીને 212 રૂપિયા, નાથ બાયો-જેન્સ 5 ટકા વધીને 174.20 રૂપિયા, ધાનુકા એગ્રીટેકનો શેર 2.61 ટકા વધીને 1,359 રૂપિયા અને UPLનો ભાવ 0.94 ટકા વધીને 609 રૂપિયા પર પહોંચી ગયા છે.

3/7
image

આ ઉપરાંત પરદીપ ફોસ્ફેટ્સનો શેર 2.75 ટકા વધીને 115.90 રૂપિયા, નેશનલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સનો શેર 0.95 ટકા વધીને 164.75 રૂપિયા, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝનો શેર 0.85 ટકા વધીને 3,512.05 રૂપિયા, બેયર ક્રોપનો શેર 0.67 ટકા વધીને 5,148.25 રૂપિયા અને મેંગલોર કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સનો શેર 0.45 ટકા વધીને 168.45 રૂપિયા થયો હતો. કોરોમંડલ ઇન્ટરનેશનલનો શેર 0.11 ટકા વધીને 1,812 રૂપિયા થયો હતો.  

4/7
image

જોકે, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સનો શેર 0.59 ટકા ઘટીને 501.05 રૂપિયા અને ટાટા કેમિકલ્સનો શેર 0.30 ટકા ઘટીને 983.85 રૂપિયા થયો હતો.  

5/7
image

શનિવારે પોતાનું રેકોર્ડ આઠમું બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું હતું કે આ યોજનાનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે. તેમણે કહ્યું કે સરકાર યુવાનો, મહિલાઓ અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા કાર્યક્રમ શરૂ કરશે. 

6/7
image

NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) અને NCCF આગામી ચાર વર્ષમાં કઠોળની ખરીદી કરશે. સરકાર અરહર, અડદ અને મસૂર પર વિશેષ ફોકસ સાથે કઠોળમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનો કાર્યક્રમ પણ શરૂ કરશે.  

7/7
image

(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)