UP ચૂંટણી પહેલાં સપા થઇ મજબૂત, BSP 6 અને BJP ના 1 ધારાસભ્ય સપામાં જોડાયા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલાં સમાજવાદી પાર્ટી અને મજબૂત થઇ ગઇ છે. આજે (શનિવારે) બીએસપીના 6 અને ભાજપના એક ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે બીએસપીના ધારાસભ્ય અસલમ અલી, સુષમા પટેલ, અસલમ રાઇની, મુજ્તબા સિદ્દીકી, હરગોવિંદ ભાર્ગવ અને હાકિમ લાલ બિંદ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રાકેશ રાઠૌરએ પણ સમાજવાદીનો હાથ પકડ્યો છે. 
UP ચૂંટણી પહેલાં સપા થઇ મજબૂત, BSP 6 અને BJP ના 1 ધારાસભ્ય સપામાં જોડાયા

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલાં સમાજવાદી પાર્ટી અને મજબૂત થઇ ગઇ છે. આજે (શનિવારે) બીએસપીના 6 અને ભાજપના એક ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે બીએસપીના ધારાસભ્ય અસલમ અલી, સુષમા પટેલ, અસલમ રાઇની, મુજ્તબા સિદ્દીકી, હરગોવિંદ ભાર્ગવ અને હાકિમ લાલ બિંદ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રાકેશ રાઠૌરએ પણ સમાજવાદીનો હાથ પકડ્યો છે. 

આ અવસર પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે મારો પરિવાર ભાજપ પરિવારની જગ્યાએ, હવે મારો પરિવાર ભાગતો પરિવાર થઇ ગયો છે. જનતામાં ખૂબ આક્રોશ છે. ઘણા લોકો સમાજવાદી પાર્ટીમાં સામેલ થવા માંગે છે. 

અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના ઘણા લોકો અમારી સાથે આવવા માંગે છે. સમય પર ચિત્ર સ્પષ્ટ થશે. કાલે ભાજપના મંચ પરથી કહેવામાં આવ્યું કે 90 ટકા સંકલ્પ પત્રનું કામ પુરૂ કરી લેવામાં આવ્યું છે. બાકી 2 મહિનામાં પુરૂ થઇ જશે. મારું કહેવું છે કે ભાજપે પોતાના સંકલ્પ પત્રને કચરાપેટીમાં ફેંકી દેવું જોઇએ. ક્યારેય સંકલ્પ પત્રના પાના ભાજપે પલટ્યા નથી. ભાજ્પે એક પણ વાયદો પુરો કર્યો નથી. ભાજપ પર જનતાએ વિશ્વાસ મુક્યો, ભાજપે જનતાને દગો દીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news