Sonia Gandhi Admitted To Hospital: સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણી લો શું છે કારણ

Sonia Gandhi Routine Checkup: સૌથી મોટા સમાચાર એ છેકે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સોનિયા ગાંધી પણ બે વખત કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 

Sonia Gandhi Admitted To Hospital: સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણી લો શું છે કારણ

Sonia Gandhi Admitted: સૌથી મોટા સમાચાર એ છેકે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સોનિયા ગાંધી પણ બે વખત કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અગાઉ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 12મી જૂને આ જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોનિયા ગાંધીને 2 જૂને કોરોના સંક્રમિત થયા હતા, ત્યારથી ગંગારામ હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

પ્રથમવાર કોરોના સંક્રમિત થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે 75 વર્ષિય સોનિયા ગાંધીને ગત વર્ષે 12મી જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ તરફથી કહેવાયું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જાણવા મળ્યું કે, સોનિયા ગાંધીની શ્વાસ નળીમાં ફંગલ સંક્રમણ હોવાનું બહાર આવ્યું હતું. તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હોસ્પિટલમાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી શ્વાસ સંબંધી ચેપથી પીડિત છે.

જુઓ લાઈવ ટીવી

 થોડા દિવસો પહેલા સોનિયા ગાંધીએ ફરી એકવાર રાહુલ ગાંધી સાથે દિલ્હીના મંચ પર ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે એક ઈમોશનલ તસવીર શેર કરી છે. ટ્વિટર પર ફોટો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે હું મારી માતા પાસેથી મળેલો પ્રેમ દેશમાં ફેલાવી રહ્યો છું. સોનિયા ગાંધીને છેલ્લે 28 ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ પર જાહેરમાં જોવા મળ્યા હતા. તેમણે 24 ડિસેમ્બરે દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news