Sarkari Yojana: છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
છોકરીઓ-મહિલાઓને આત્મનિર્ભર કરવા અને તેમને આર્થિક રીતે મજબૂત કરવા માટે સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના વિશે ખાસ જાણો. આ યોજના ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
Trending Photos
છોકરીઓને ફાઈનાન્શિયલી મજબૂત કરવા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. આવી જ એક યોજના છોકરીઓ માટે છે જે હેઠળ સરકાર છોકરીઓને 75000 રૂપિયા આપે છે. આ કન્યા સુમંગલા યોજના ઉત્તર પ્રદેશ સરકાર ચલાવે છે. આ યોજના દીકરીઓને શિક્ષણ, સ્વાસ્થ્ય, અને વિવાહ માટે નાણાકીય મદદ આપે છે. રામપુર જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી મોહમ્મદ જીશાન મલિકના જણાવ્યાં મુજબ આ યોજનાનો હેતુ દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો અને તેમને આત્મનિર્ભર કરવાનો છે. હાલ આ યોજના રામપુર સહિત સમગ્ર જિલ્લામાં ચાલે છે.
અલગ અલગ સ્ટેજ પર મળે છે પૈસા
આ યોજનાનો લાભ દીકરીઓને છ પ્રમુખ કેટેગરી હેઠળ મળે છે. જો કન્યાનો જનમ 1 એપ્રિલ 2019 કે ત્યારબાદ થયો હોય તો તેને 5000 રૂપિયાની મદદ મળે છે. આ રકમ માતા પિતાને દીકરીની દેખભાળ અને શરૂઆતની જરૂરિયાતો પૂરી કરવા માટે અપાય છે. આ ઉપરાંત જો બાળકીનું એક વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં રસીકરણ થાય તો 2000 રૂપિયાની વધારાની મદદ અપાય છે. જે એ સુનિશ્ચિત કરે છે કે બાળકીનું શરૂઆતનું જીવન સ્વસ્થ અને સુરક્ષિત હોય.
ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરાય છે
શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા સુમંગલા યોજનામાં દીકરીઓને અલગ અલગ ધોરણોમાં એડમિશન વખતે આર્થિક મદદ અપાય છે. પહેલા ધોરણમાં પ્રવેશે ત્યારે 3000 રૂપિયા અપાય છે. જે તેમની શૈક્ષણિક સફરનું પહેલું ડગલું છે. એ જ રીતે છઠ્ઠી અને નવમી કક્ષામાં પ્રવેશ કરે ત્યારે પણ તેમને 3000 રૂપિયા અપાય છે. આ યોજના વિદ્યાર્થીનીઓને નિયમિત રીતે ભણવા અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ ડોક્યુમેન્ટ્સ જોઈશે
હાઈ સ્કૂલ અને ઈન્ટરમીડિએટનો અભ્યાસ પૂરો કર્યા બાદ જ્યારે પુત્રીઓ ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ લે તો તેમને સરકારી મદદ અપાય છે. આ માટે અરજી વખતે બાળકીનો ફોટો, કક્ષાના પ્રવેશનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, અને અન્ય જરૂરી દસ્તાવેજ રજૂ કરવાના હોય છે. એડમિશન ચાર્જ, અંકપત્ર, અને સંસ્થા દ્વારા ઈશ્યુ કરાયેલું પ્રમાણપત્ર પણ જમા કરાવવું જરૂરી છે. કન્યા સુમંગલા યોજનાનો હેતુ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ઉપરાંત આત્મનિર્ભર અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે