IAS Engagement: પહેલા લગ્ન નિષ્ફળ, એકબીજાને જોઈને દિલ હારી ગયા આ IAS, પ્રથમ અને બીજો બંને કલેક્ટર
IAS Ananya Das-IAS Chanchal Rana Engagement: અનન્યા દાસ, જે આસામની વતની છે, તેમના અબ્દુલ એમ અખ્તર સાથે અગાઉ લગ્ન થયા હતા, જેઓ હાલમાં કોરાપુટના કલેક્ટર છે. પરંતુ બંને વચ્ચેના મતભેદને કારણે રસ્તા અલગ થઈ ગયા. જ્યારે ચંચલ રાણાના પ્રથમ લગ્ન સ્વધા દેવ સિંહ સાથે થયા હતા, જે રાયગઢના કલેક્ટર છે. આ બંનેના લગ્ન પણ ન આગળ ન વધી શક્યા
Trending Photos
IAS Engagement: ઓડિશામાં બે IAS અધિકારીઓના લગ્નની ચર્ચા હાલમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. વાસ્તવમાં આ બંને IAS ઓફિસરો છૂટાછેડા લઈ ચૂક્યા છે અને હવે તેઓ ટૂંક સમયમાં ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છે. સંબલપુરના કલેક્ટર અને IAS અધિકારી અનન્યા દાસે સંબલપુર સ્થિત તેમના નિવાસસ્થાને બાલાંગિરના કલેક્ટર ચંચલ રાણા સાથે સગાઈ કરી હતી. મળતી માહિતી મુજબ, આ બંને IAS અધિકારીઓએ મિત્રો, પરિવારજનો અને નજીકના લોકોની હાજરીમાં પરંપરાગત રીતે સગાઈ કરી અને પછી એકબીજાને વીંટી પહેરાવી.
ત્રણ મહિનામાં લગ્ન થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ IAS કપલ આગામી ત્રણ મહિનામાં લગ્નના બંધનમાં બંધાશે. આ કાર્યક્રમ દરમિયાન સંબલપુરના એસપી અને સુવર્ગપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ પણ હાજર હતા. IAS ચંચલ રાણાના પરિવારના સભ્યો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંબલપુર આવ્યા હતા. મળતી માહિતી મુજબ રાણા અને અનન્યાએ એક દિવસ પહેલા જ જ્વેલરી શોપ પર જઈને દાગીના ખરીદ્યા હતા.
આ પણ વાંચો: નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો: આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
બંનેના આ બીજા લગ્ન
અનન્યા દાસ, જે આસામની વતની છે, તેમણે અગાઉ અબ્દુલ એમ અખ્તર સાથે લગ્ન કર્યા હતા, જે હાલમાં કોરાપુટના કલેક્ટર છે. પરંતુ બંને વચ્ચેના મતભેદને કારણે રસ્તા અલગ થઈ ગયા. જ્યારે ચંચલ રાણાના પ્રથમ લગ્ન સ્વધા દેવ સિંહ સાથે થયા હતા, જે રાયગઢના કલેક્ટર છે. આ બંનેના લગ્ન પણ ન ચાલી શક્યા. હવે ચંચલ અને અનન્યાએ એકબીજાનો હાથ પકડવાનું નક્કી કર્યું છે. અનન્યા દાસ 2015 ગુજરાત કેડરની IAS અધિકારી છે. તે કટક મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ રહી ચૂક્યા છે. જ્યારે ચંચલ રાણાએ NIT સિલચરમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ 2014 બેચના IAS અધિકારી છે. તેણે ઓલ ઈન્ડિયા લેવલ પર 7મો રેન્ક મેળવ્યો.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો
ટીના ડાબી પણ ચર્ચામાં આવી હતી
તમને જણાવી દઈએ કે સિવિલ સર્વિસ એક્ઝામ 2015ની ટોપર ટીના ડાબી પણ તેના બીજા લગ્ન બાદ ચર્ચામાં આવી હતી. તેણે પહેલા IAS અતહર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓએ છૂટાછેડા લીધા અને તે પછી તેણીએ તેમના 13 વર્ષ મોટા સિનિયર IAS અધિકારી પ્રદીપ ગાવંડે સાથે ફરીથી લગ્ન કર્યા.
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે