Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે, ઘરે શેમ્પૂ બનાવવું એકદમ ઈઝી
Herbal Shampoo: ખરતાં વાળ, ઉંમર પહેલા વાળ સફેદ થવા, વાળમાં ખોડો જેવી ફરિયાદો તમારી પણ હોય તો કેમિકલ યુક્ત શેમ્પૂને છોડી ઘરે હર્બલ શેમ્પૂ બનાવી વાપરો. આ શેમ્પૂ વાળની સમસ્યાઓને દુર કરશે અને વાળને સુંદર બનાવશે.
Trending Photos
Herbal Shampoo: આજના સમયમાં ખરતા વાળ અને નાની ઉંમરમાં સફેદ થતા વાળ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ બે ફરિયાદો દરેક વ્યક્તિ પાસેથી સાંભળવા મળે છે. વાળ સંબંધિત સમસ્યાઓ વધવાનું કારણ લોકોની ખરાબ લાઈફસ્ટાઈલ અને આહાર જવાબદાર હોય છે. વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે અને વાળને સુંદર તેમજ મુલાયમ બનાવવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચ કરીને હેર ટ્રીટમેન્ટ પણ કરાવે છે અને કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. જોકે લાંબા સમય સુધી આવી વસ્તુઓનો ઉપયોગ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજના સમયમાં બજારમાં અલગ અલગ પ્રકારના શેમ્પૂ પણ સરળતાથી મળી રહે છે. પરંતુ જો તમારા વાળ ધીરે ધીરે ડેમેજ થઈ રહ્યા હોય તો કેમિકલ યુક્ત શેમ્પુ વાપરવાને બદલે ઘરે જ કેટલીક વસ્તુઓની મદદથી તૈયાર કરેલું હર્બલ શેમ્પૂ વાપરવાનું શરૂ કરો.
બજારમાં સરળતાથી મળી રહેતી કેટલીક વસ્તુઓની મદદથી તમે ઘરે જ શેમ્પુ બનાવી શકો છો. આ વસ્તુઓથી બનેલા શેમ્પુનો ઉપયોગ કરશો તો વાળ ખરતા અટકશે અને કાળા પણ રહેશે. સાથે જ વાળની ચમક પણ પાછી આવશે અને વાળ મજબૂત બનશે. તો ચાલો તમને જણાવીએ આ હર્બલ શેમ્પૂ કઈ વસ્તુઓથી બને છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો.
કઈ રીતે બનાવવું હર્બલ શેમ્પુ ?
શેમ્પુ બનાવવા માટે 2 ચમચી આમળા પાવડર, 2 ચમચી શિકાકાઈ પાવડર, 4 ચમચી રીઠા પાઉડર, 2 ચમચી મુલતાની માટી, 2 ચમચી જાસુદના ફૂલનો પાવડર અને થોડું રોજ મેરી ઓઇલ સારી રીતે મિક્સ કરો. હવે આ પાવડરમાં પાણી ઉમેરીને લિક્વિડ તૈયાર કરો. હર્બલ શેમ્પૂ તૈયાર છે.
હર્બલ શેમ્પુથી વાળ ધોવાના ફાયદા
ઉપર જણાવેલી વસ્તુઓની મદદથી તૈયાર કરેલા શેમ્પુનો ઉપયોગ કરીને જો તમે વાળ ધોવાનું રાખશો તો વાળ ખરતા અટકશે અને વાળની ડ્રાયનેસ પણ ઓછી થશે. આ મિશ્રણની મદદથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં વાળની સુંદરતા વધવા લાગશે. આ શેમ્પુનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ પણ દૂર થશે અને સફેદ વાળનો ગ્રોથ પણ અટકશે. આ શેમ્પૂ વાપરવાથી વાળ લાંબા સમય સુધી કાળા રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે