મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
મોરબીમાં ઝુલતો પુલ તૂટી ગયો હતો, જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના અંગેની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને આકરા સવાલો કર્યાં હતા.
Trending Photos
અમદાવાદઃ મોરબીનાં ઝુલતા પુલની દુર્ઘટનાનાં કેસમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યા છે. હાઈકોર્ટે દુર્ઘટનાની જવાબદારી અંગે સરકારની ઝાટકણી કાઢી છે. તો આ તરફ પીડિતોએ કોર્ટ સમક્ષ ન્યાય અને યોગ્ય વળતરની માગ કરી છે.
મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાનાં તમામ આરોપીઓ હાલ જેલહવાલે છે. મોરબીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કે પીડિતો વળતર અને દુર્ઘટનાની જવાબદારી મુદ્દે હાઈકોર્ટમાં ગયા છે. સોમવારે આ કેસમાં હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે રાજ્ય સરકારને કેટલાક વેધક સવાલ કર્યા હતા.
હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, કોર્પોરેશન વિસ્તારમાં બ્રિજ તૂટે તો જવાબદારી કોની છે. દુર્ઘટનાની જવાબદારી માટે સરકારની શું નીતિ છે.
હાઈકોર્ટના સવાલ સામે એડવોકેટ જનરલે આપ્યો જવાબ હતો કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન આ પ્રકારની દુર્ઘટનામાં લાગુ નથી પડતી. અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગની આ માટે કોઈ નીતિ નથી. આ અંગે સરકાર નીતિ બનાવી રહી હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી.
તો આ તરફ મૃતકોનાં સ્વજનોએ કોર્ટ સમક્ષ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. પીડિતોની રજુઆત છે કે સરકારે આપેલું 10 લાખ રૂપિયાનું વળત પૂરતું નથી..
પીડિતોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં 1990નાં દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડનો હવાલો આપ્યો છે. જેમાં પીડિતોને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.
મૃતકોનાં સ્વજનો ન્યાયની આશ લગાવીને બેઠા છે, તેઓ ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે એક વાત તો નક્કી છે કે માનવસર્જિત દુર્ઘટના માટે આ કેસ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે