1 એપ્રિલ 2025થી દેશભરમાં લાગૂ થશે નવી પેન્શન સ્કીમ, જાણો દર મહિને ખાતામાં કેટલા આવશે રૂપિયા?

Unified Pension Scheme: યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે. આ યોજનાનો લાભ 23 લાખ સરકારી કર્મચારીઓને મળશે. જાણો યોજના સાથે જોડાયેલ મહત્વની બાબતો.

1/5
image

Unified Pension Scheme: કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની જગ્યાએ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરી છે. આ યોજના અંગેની સત્તાવાર જાહેરાત 24 જાન્યુઆરીએ કરવામાં આવી હતી, જે 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે. UPS નો લાભ તે સરકારી કર્મચારીઓને મળશે જેઓ પહેલાથી જ NPS હેઠળ નોંધાયેલા છે. આમાં ખાસ વાત એ છે કે આ કર્મચારીઓને NPS અથવા UPSમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ મળશે.

શું છે UPS?

2/5
image

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તેના સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) નો વિકલ્પ નેશનલ પેન્શન સ્કીમ (NPS) હેઠળ આપવામાં આવી રહ્યો છે. સરકારે કહ્યું કે જો રાજ્ય સરકાર ઇચ્છે તો તે તેમના કર્મચારીઓ માટે પણ આનો અમલ કરી શકે છે. આ યોજના નિવૃત્તિ પછી પેન્શન આપવા માટે લાવવામાં આવી છે.

કેટલા જમા કરાવવા પડશે પૈસા?

3/5
image

આમાં કર્મચારીઓ અને કેન્દ્ર સરકાર સમાન રીતે પૈસા જમા કરશે. જેમાં કર્મચારીઓએ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના 10 ટકા જમા કરવાના રહેશે, જેમાં સરકાર પણ સમાન રકમ જમા કરશે. આ સિવાય સરકાર પૂલ ફંડમાં 8.5 ટકા વધુ પૈસા જમા કરશે.

આ યોજનાનો શું છે લાભ?

4/5
image

UPS જૂની પેન્શન યોજના જેવી જ છે. આ યોજના હેઠળ કર્મચારીના મૃત્યુ પછી પેન્શનના 60 ટકા તેમના પરિવારને ફેમિલી પેન્શન તરીકે આપવામાં આવશે. નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઇટી સિવાય, કર્મચારીઓને એક રકમની ચુકવણી પણ મળશે. જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં કામ કરે છે, તો તેને દર મહિને 10,000 રૂપિયાનું ન્યૂનતમ પેન્શન આપવામાં આવશે. આ યોજના 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે.

શું છે મહત્વની બાબતો?

5/5
image

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ 25 વર્ષથી વધુ સમયથી કામ કરનારા કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે. જેમાં નિવૃત્તિ પછી દર મહિને તેમના છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારનો અડધો ભાગ એટલે કે 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવશે. જ્યારે, જો કોઈ વ્યક્તિએ 25 વર્ષથી ઓછા સમય સુધી કામ કર્યું છે, તો તેનું પેન્શન તે મુજબ નક્કી કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષ કામ કરવું ફરજિયાત છે.