PM મોદીએ VIDEO દ્વારા બાપૂ અને શાસ્ત્રીને કર્યા યાદ, રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જયંતી છે. દેશ-દુનિયામાં લોકો બાપૂ અને તેમણે જણાવેલી વાતો યાદ કરી રહ્યાં છે. નોંધ કરવાની વાત તો એ છે કે 2 ઓક્ટોબરે આપણા દેશના વધુ એક મહાન વ્યક્તિ પૂર્વ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતી છે.

PM મોદીએ VIDEO દ્વારા બાપૂ અને શાસ્ત્રીને કર્યા યાદ, રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલી

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જયંતી છે. દેશ-દુનિયામાં લોકો બાપૂ અને તેમણે જણાવેલી વાતો યાદ કરી રહ્યાં છે. નોંધ કરવાની વાત તો એ છે કે 2 ઓક્ટોબરે આપણા દેશના વધુ એક મહાન વ્યક્તિ પૂર્વ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર પેજ પર બન્ને મહાન વ્યક્તિને યાદમાં બે વીડિયો પોસ્ટ કર્યા છે.

आज से हम पूज्य बापू के 150वें जयंती वर्ष में प्रवेश कर रहे हैं। उनके सपनों को पूर्ण करने का हम सभी के पास यह एक बहुत बड़ा अवसर है। #Gandhi150 pic.twitter.com/czFVckwjTd

— Narendra Modi (@narendramodi) October 2, 2018

બાપૂની ઉપર બનાવવામાં આવેલો આ વીડિયોને પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘ગાંધી જયંતી પર રાષ્ટ્રપિતાને શત્-શત્ નમન. આજથી આપણે પૂજ્ય બાપૂની 150મીં જયંતી વર્ષમાં પ્રવેશ કરીએ છે. તેમના સપાનાઓને પૂર્ણ કરવાનો આપણી પાસે આ એક મોટો અવસર છે. #Gandhi150’

जय जवान-जय किसान! pic.twitter.com/eADo2NwZik

— Narendra Modi (@narendramodi) October 2, 2018

ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીને યાદમાં વીડિ્યો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘સોમ્ય વ્યક્તિત્વ, કુશળ નેતૃત્વ તેમજ સાહસના પ્રતીક લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલી. જય જવાન - જય કિસાન!’

— ANI (@ANI) October 2, 2018

આ પહેલા મંગળવારે તડકે બાપૂની સમાધિ સ્થળ રાજઘાટ પર તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ભીડ લાગી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત, કોંગ્રેસના વરિષ્ટ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણાં રાજનેતાઓ રાજઘાટ પર પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રંદ્ધાજલી અર્પણ કરી હતી.

— ANI (@ANI) October 2, 2018

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904માં ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news