કાતિલ ઠંડી બાદ હવે વાવાઝોડાનો ખતરો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર, જાણો શું છે આગાહી

હવામાને તેના તેવર બતાવવાનું શરૂ થયું અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે, જેના કારણે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં વાવાઝોડું અને હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. આ સંદર્ભે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તર બાંગ્લાદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે, જેના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશમાં 15 ફેબ્રુઆરી સુધી વાદળો અને હિમવર્ષા જોવા મળશે. દરમિયાન. 11-13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

1/5
image

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.

2/5
image

બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.      

3/5
image

પરેશ ગોસ્વામીએ હવામાન અંગે માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે. એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત છે. હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં હશે. 

4/5
image

ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય છે અને બીજું સાઈક્લોનિક સર્કુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે. તેની અસરને કારણે અરુણાચલ પ્રદેશમાં 11-12ના રોજ ભારે ગાજવીજ અને વીજળી સાથે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જો કે 11 ફેબ્રુઆરીએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આસામમાં 11-13 ફેબ્રુઆરી દરમિયાન અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 11-12 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ પડશે.

5/5
image

સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અફઘાનિસ્તાન અને પડોશમાં સક્રિય છે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 10-11 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. હિમવર્ષા પણ થશે. વરસાદને કારણે આ પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. પશ્ચિમ હિમાલય પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ થયો હતો.