PM Modi નું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- વેક્સીનેશનનો રેકોર્ડ જોઈ એક પાર્ટીને આવી ગયો તાવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને રસીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીએ સ્વાસ્થ્ય કર્મચારીઓ પાસેથી તેમના અનુભવો જાણ્યા અને કોરોના મહામારીનો સામનો કરવામાં તેમના કામની પ્રશંસા કરી
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને રસીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીએ સ્વાસ્થ્ય કર્મચારીઓ પાસેથી તેમના અનુભવો જાણ્યા અને કોરોના મહામારીનો સામનો કરવામાં તેમના કામની પ્રશંસા કરી. આ દરમિયાન PM એ વાત-વાત પર હંગામો કરનાર કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વેક્સીનેશનનો રેકોર્ડ જોઈ એક પાર્ટીને તાવ આવી ગયો છે.
દરેક નાગરિકના Vaccination નો લક્ષ્યાંક
પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ વેક્સીનેશન અભિયાનને સફળ બનાવવા માટે દરેકની પ્રશંસા કરતા કહ્યું કે, અમારું લક્ષ્ય દરેક નાગરિકને રસી આપવાનું છે. જેથી કોરોનાનું જોખમ ઘટાડી શકાય. પીએમ મોદીએ કહ્યું કે, ફ્રન્ટ લાઈન વર્કર્સે જે રીતે જોખમ વચ્ચે પોતાની જવાબદારી સંભાળી તે પ્રશંસાને પાત્ર છે. દેશ હંમેશા તેમનો આભારી રહેશે.
રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવા પર શિવસેનાએ માર્યો ટોણો, કહ્યું- 'મોદી હૈ તો મુમકિન હૈ'
Rahul Gandhi પર સાધ્યું નિશાન
વેક્સીનની ગતિએ કટાક્ષ કરનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર અપ્રત્યેક્ષ નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને વેક્સીનેશનનો રેકોર્ડ જોયા બાદ તાવ આવી ગયો છે. ખાસ કરીને એક પાર્ટી આ તાવથી વધુ પીડાય છે. તેમણે કહ્યું કે આપણા વૈજ્ઞાનિકોએ કોરોના સાથે સ્પર્ધા કરવા માટે વેક્સીન શોધી કાઢી છે, પરંતુ આ રાજકીય તાવની સારવાર ક્યાંથી મેળવવી?
Delhi: Prime Minister Narendra Modi interacts with and addresses the healthcare workers and vaccine beneficiaries of Goa, via video conferencing. CM Pramod Sawant also participating in the interaction. pic.twitter.com/Weu5HBQgyC
— ANI (@ANI) September 18, 2021
પેટ્રોલ-ડીઝલમાં વધતી મોંઘવારીમાંથી મળશે રાહત? સરકારે લીધો આ નિર્ણય
PM એ પૂછ્યું, 'સમસ્યા તો નથી થઈને'
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વેક્સીનના લાભાર્થીઓ સાથે વાતચીતમાં PM એ તેમના મંતવ્યો અને અનુભવો જાણ્યા. પીએમ મોદીએ લોકોને એ પણ પૂછ્યું કે શું તેમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે સંપૂર્ણ પ્રયાસ કર્યા છે કે દેશના લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે વેપારીઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને પણ સરળ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે