VIDEO: PM મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો, દમ હોય તો બોફોર્સના આરોપી પીએમના નામ પર લડો ચૂંટણી

પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન  સાંધતા કહ્યું કે મહામિલાવટવાળા લોકો એકજૂથ થઈને રોદણા રડી રહ્યાં છે. જૂઠ્ઠાણું અને અફવા ફેલાવી રહ્યાં છે. પરંતુ જનતા તેમને સમજી ચૂકી છે. દેશને મજબુત સરકાર અને મજબુત વડાપ્રધાન જોઈએ છે. 

VIDEO: PM મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો, દમ હોય તો બોફોર્સના આરોપી પીએમના નામ પર લડો ચૂંટણી

ચાઈબાસા: ઝારખંડના ચાઈબાસામાં પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે પાંચ વર્ષ પહેલા જે આત્મવિશ્વાસ સાથે ઝારખંડે જે મજબુત સરકારને સમર્થન આપ્યું હતું, તે સંકલ્પ આજે પણ અધિક ઉર્જા સાથે સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે. પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન  સાંધતા કહ્યું કે મહામિલાવટવાળા લોકો એકજૂથ થઈને રોદણા રડી રહ્યાં છે. જૂઠ્ઠાણું અને અફવા ફેલાવી રહ્યાં છે. પરંતુ જનતા તેમને સમજી ચૂકી છે. દેશને મજબુત સરકાર અને મજબુત વડાપ્રધાન જોઈએ છે. 

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે થોડા દિવસ અગાઉ નામદાર પરિવારને સચ્ચાઈ જણાવી તો તેમની વચ્ચે તોફાન આવી ગયું. તેમણે દેશને બરબાદ કર્યો તે વાતને 21મી સદીના યુવાઓને ખબર હોવી જોઈએ. પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંકતા કહ્યું કે 5 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને બે તબક્કાનું બાકી છે. જો તમારામાં હિંમત હોય તો પૂર્વ વડાપ્રધાન કે જેમના પર બોફોર્સનો આરોપ છે, તે મુદ્દે આવો મેદાનમાં... જો તમારામાં હિંમત હોય તો તેમના માન-સન્માનના મુદ્દે દિલ્હીમાં ચૂંટણી લડીએ. 

તેમણે કહ્યું કે ભોપાલમાં હજારો લોકો જે ગેસ લીકમાં માર્યા ગયા હતાં ત્યારના તત્કાલિન વડાપ્રધાને જે કામ કર્યું હતું તે બધાની સામે આવી જશે. દમ હોય તો ભોપાલ હોય, કે દિલ્હી, પંજાબ હોય... તેમના માન સન્માનના મુદ્દે થઈ જાય ચૂંટણી, આ મારો પડકાર છે. કોંગ્રેસ અને તેમના મહામિલાવટી સાથીઓએ જે રીતે દેશને જકડ્યો હતો, તેને તોડવામાં અમે સફળ થયા છીએ. દેશમાં કેવી રીતે સાર્થક પરિવર્તન આવ્યું તેનું ઉદાહરણ ઝારખંડ છે. 

જુઓ LIVE TV

પાંચ વર્ષ અગાઉ ઝારખંડની ચર્ચા કોલસા કૌભાંડ, રાજકીય અસ્થિરતા માટે થતી હતી, નક્સવાદી હુમલાઓ માટે થતી હતી. આજે ઝારખંડની ચર્ચા ગામે ગામે મહિલા સશક્તિકરણ માટે, સખી મંડળો માટે અને સશક્ત થતી આપણી બહેનોના સામર્થ્ય માટે થાય ચે. 

પીએમ મોદીએ કહ્યું કે હું દાવો નથી કરતો કે મેં કોંગ્રેસના 70 વર્ષના તમામ અન્યાયોને ખતમ કર્યા છે. પરંતુ તે અન્યાયને ખુબ ઓછો કરવામાં હું જરૂર સફળ થયો છું. ભારતના ઈતિહાસમાં સૌથી મોટો કોલસા કૌભાંડ દેશને કોંગ્રેસે આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મોદી છે, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આદિવાસીઓના કોઈ પણ વર્ગ સાથે અન્યાય થવા નહીં દે. જળ, હોય, જન હોય, જમીન હોય કોઈ તેના પર હાથ લગાવી શકશે નહીં તે હું તમને વચન આપું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news