રાહુલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શું પગલા ભર્યા? NCPCR એ ફેસબુક ઈન્ડિયાના હેડને પાઠવ્યું સમન્સ

એનસીપીસીઆરે ફેસબુકને નોટિસ ફટકારી રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર રેપ પીડિતાના પરિવારજનોની ઓળખ જાહેર કરનારી પોસ્ટ હટાવવાનું કહ્યુ હતુ. 
 

રાહુલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શું પગલા ભર્યા? NCPCR એ ફેસબુક ઈન્ડિયાના હેડને પાઠવ્યું સમન્સ

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી મામલામાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR) એ ફેસબુક ઈન્ડિયાના પ્રમુખ સત્યા યાદવ (Satya yadav) ને સમન્સ મોકલ્યું છે. એનસીપીસીઆરે સત્યા યાદવને 17 ઓગસ્ટે હાજર થવાનું કહ્યુ છે. એનસીપીસીઆરે ફેસબુકને નોટિસ ફટકારી રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર રેપ પીડિતાના પરિવારજનોની ઓળખ જાહેર કરનારી પોસ્ટ હટાવવાનું કહ્યુ હતુ. પરંતુ પંચ પ્રમાણે ફેસબુકે કોઈ કાર્યવાહી કરી નહીં, કે તે વિશે પંચને અત્યાર સુધી કોઈ જાણકારી આપી નથી. 

રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને લોક કરાતા પહેલાથી બબાલ મચેલી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ટ્વિટર પાસે કાર્યવાહીની માંગ કરી હતી. એનસીપીસીઆરની ફરિયાદ બાદ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. 

— ANI (@ANI) August 14, 2021

શું છે મામલો
હકીકતમાં રાહુલે મૃતક સગીર પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી, જેની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં કથિત રૂપથી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના માતા-પિતાની મંજૂરી વગર ઓલ્ડ નંગલ સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો હતો કે ગાંધીએ પીડિત પરિવારની ઓળખ ઉજાગર કરી જે ગેરકાયદેસર છે. 

તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આ અમેરિકી કંપની પક્ષપાતપૂર્ણ છે, તે ભારતની રાજકીય પ્રક્રિયામાં દખલ આપી રહી છે અને સરકારના કહેવા પ્રમાણે ચાલી રહી છે. તેમણે તે પણ દાવો કર્યો હતો કે ટ્વિટર તરફથી જે કરવામાં આવ્યું તે ભારતના લોકતાંત્રિક માળખા પર હુમલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news