કોરોનાકાળમાં છેલ્લા શ્વાસ સુધી નિભાવી મિત્રતા, યાકૂબે અંત સુધી ન છોડ્યો મિત્ર અમૃતનો સાથ
કોરોના સંદિગ્ધ 24 વર્ષનો અમૃત ગુજરાતના સુરતથી યુપીના બસ્તી જિલ્લા સ્થિત પોતાના ઘરે એક ટ્રકથી પાછો ફરી રહ્યો હતો. તે ટ્રકમાં અનેક લોકો સવાર હતાં. ટ્ર્ક જ્યારે મધ્ય પ્રદેશના શિવપુરી-ઝાંસી ફોરલેનથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અમૃતની તબિયત બગડવા લાગી હતી.
Trending Photos
શિવપુરી: કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે લોકો પોતાના ઘરે પહોંચવાની જદ્દોજહેમત કરી રહ્યાં છે, રોજેરોજ હજારો-લાખોની ભીડ રસ્તાઓ પર એ આશા સેવી રહી છે કે એક દિવસ તેઓ પોતાના ઘરે પહોંચી જશે. આવા શિવપુરીથી એક એવી તસવીર સામે આવી છે જેણે દેશની આંખમાં આંસુ લાવી દીધા. જ્યાં એક મિત્રએ છેક અંતિમ ક્ષણ સુધી પોતાના વ્હાલાસોયા મિત્રનો સાથ ન છોડ્યો. આ તસવીર જણાવે છે કે માણસાઈ અને મિત્રતાનો સંબંધ આજે પણ બધા કરતા ઉપર છે. યાકૂબે પોતાના મિત્ર માટે માણસાઈની એવી મિસાલ રજુ કરી છે કે આખો કિસ્સો જાણીને તમે પણ વિચારવા પર મજબુર થઈ જશો.
વાત જાણે એમ છે કે કોરોના સંદિગ્ધ 24 વર્ષનો અમૃત ગુજરાતના સુરતથી યુપીના બસ્તી જિલ્લા સ્થિત પોતાના ઘરે એક ટ્રકથી પાછો ફરી રહ્યો હતો. તે ટ્રકમાં અનેક લોકો સવાર હતાં. ટ્ર્ક જ્યારે મધ્ય પ્રદેશના શિવપુરી-ઝાંસી ફોરલેનથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અમૃતની તબિયત બગડવા લાગી હતી. ટ્રકમાં સવાર લોકોને લાગ્યુ કે અમૃતને કોરોના થયો છે. આથી ડરીને લોકોએ તેને ટ્રકમાંથી ઉતારવાનો નિર્ણય લીધો. લોકોએ અમૃતને ટ્રકથી ઉતારી મૂક્યો અને આગળ વધી ગયા. પરંતુ આ બધા વચ્ચે યાકૂબ મોહમ્મદ પણ ટ્રકમાંથી નીચે ઉતરી ગયો. તેણે પોતાના મિત્ર અમૃત સાથે રહેવાનું નક્કી કર્યું. આ બાજુ અમૃતની તબિયત સતત બગડતી જતી અને યાકૂબ તેનું માથું પોતાના ખોળામાં રાખીને બેસી રહ્યો અને મદદની આશા સેવી રહ્યો હતો. યાકૂબ અમૃતની સલામતીની દુઆ કરતો રહ્યો.
યેનકેન પ્રકારે અમૃતને સાંજ સુધીમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવાયો જ્યાં સારવાર દરમિયાન તેણે છેલ્લા શ્વાસ લીધા. હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી યાકૂબે અમૃતનો સાથ છોડ્યો નહતો અને તેને બચાવવા માટે છેલ્લી ઘડી સુધી તે અમૃતને હૈયાધારણ આપતો રહ્યો. પરંતુ ખુદાને કઈક બીજુ જ મંજૂર હતું. અવ્યવસ્થા, લાચારી અને સારવારમાં થયેલી વારના કારણે અમૃતે જીવ ગુમાવ્યો પરંતુ માણસાઈની એક મિસાલ જરૂર જોવા મળી. આ ઘટનાએ દેખાડી દીધુ કે ભાઈચારો હજુ પણ કાયમ છે.
જુઓ LIVE TV
જિલ્લા હોસ્પિટલમાં હાજર યાકૂબ મોહમ્મદ (23) પુત્ર મોહમ્મદ યુનુસે જણાવ્યું કે અમે બંને ગુજરાતના સુરત સ્થિતિ ફેક્ટરીમાં મશીનથી કપડાં બનાવવાનું કામ કરતા હતાં. લોકડાઉનના કારણે તેઓ સૂરતથી ટ્રકમાં 4-4 હજાર રૂપિયા ભાડું આપીને નાસિક, ઈન્દોર થઈને કાનપુર જઈ રહ્યાં હતાં. મુસાફરી દરમિયાન જ અચાનક અમૃતની તબિયત બગડી ગઈ. અમૃતને ખુબ તાવ આવ્યો અને ઉલ્ટી જેવી સ્થિતિ થવા લાગી. જો કે ઉલ્ટી થઈ નહીં. ટ્રકમાં બેઠેલા 55-60 લોકો વિરોધ કરવા લાગ્યા અને અમૃતને ઉતારવાની જીદ કરવા લાગ્યા હતાં. ટ્રકવાળાએ અમૃતને ઉતારી દીધો તો અમૃતનો ખ્યાલ રાખવા માટે હું પણ ઉતરી ગયો હતો.
જિલ્લા હોસ્પિટલ સિવિલ સર્જન ડો. પીકે ખરેએ જણાવ્યું કે તે યુવક અને તેના એક સાથીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પ્રશાસનને તેમના રિપોર્ટનો ઈન્તેજાર છે. અમૃતનો મૃતદેહ હોસ્પિટલમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે