મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની માથાકુટ: કમલનાથ અને જ્યોતિરાદિત્ય બંન્નેમા થનગનાટ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 સીટો પર જીત પ્રાપ્ત કરી છે, બહુમતી માટે 116 સીટોની જરૂર છે બીજી તરફ બસપા અને સપાએ કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે
Trending Photos
ભોપાલ : કોંગ્રેસનાં હિંદી હાર્ટલેન્ડનાં ત્રણ મહત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તાથી બેદખલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. જો કે માત્ર જીતથી કોંગ્રેસનાં પડકારો ખતમ થતા નથી જોવા મળી રહ્યા. કોંગ્રેસ હાઇકમાન્ડની સામે સૌથી મોટી દુવિધા આ પ્રદેશોમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં જ્યાં સચિન પાયલોટ અને અશોક ગહલોત અને સચિન પાયલોટની જુથબંધી સામે આવી રહી છે. તો મધ્યપ્રદેશમાં કમલનાથ તથા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે પ્રેશર પોલિટિક્સ ચાલી રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ છત્તીસગઢમાં પણ ભૂપેશ બધેલ અને ટીએસ સિંહદેવ જેવા કદ્દાવર નેતાઓ વચ્ચે પ્રેશપ પોલિટિક્સની માહિતી છે.તેમની દાવેદારી પાર્ટી માટે વિવાદનું કારણ બની શકે છે. કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવો કેટલો અઘરો હોઇ શકે છે તેની એક ઝલક રાજસ્થાનમાં જોવા મળી હતી. ધારાસભ્યોનાં દળની બેઠક બહાર સચિન પાયલોટ અને અશોક ગહલોતનાં સમર્થકો નારેબાજી કરી રહ્યા હતા. યુવા જોશ જ્યાં સચિન માટે જુથબંધી કરી રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં ગહલોતની મજબુત છબી સ્વાભાવિક રીતે દાવેદારી રજુ કરી રહી છે. કોંગ્રેસે કેસી વેણુગોપાલને એઆઇસીસીનાં પર્યવેક્ષક બનાવીને મોકલ્યા છે. હવે તેમની ઉપર આ મુદ્દાઓને ઉકેલવા માટેની જવાબદારી છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો હાથ કમલનાથની સાથ
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરીને તેમણે પોતાનાં 121 ધારાસભ્યોની યાદી સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં 114, બસપાનાં 2 અને સપાનો 1 અને અપક્ષ ધારાસભ્યોને 4 સીટ મળી છે. જ્યારે ભાજપને 109 સીટો મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ચહેરા મુદ્દે રાજનીતિ ગરમાઇ રહી છે. કમલનાથ અને જ્યોતિરાદિત્યનાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અગાઉ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ કમલનાથ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ એવી ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે કે દિગ્વિજયે કમલનાથનાં નામે એક પ્રકારે સમર્થન આપ્યું છે. ચૂંટણી પહેલા દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય વચ્ચે ઉગ્રબોલાચાલીનાં સમાચારો સામે આવ્યા હતા. જો કે બંન્ને નેતાઓએ આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા. રાજ્યપાલને મળનારા નેતાઓમાં કમલનાથ અને દિગ્વિજયની સાથે જ્યોતિરાદિત્ય સિઁદિયા પણ હતા. મુલાકાત બાદ કમલનાથ અને દિગ્વિજયે લોકોની સામે વિક્ટ્રીની સાઇન પણ દેખાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્યના સમર્થકોએ ભોપાલમાં સિંધિયાના સમર્થનમાં રેલી ગાઢી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે