Unnao rape case : આજે થશે પીડિતાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રીને મળવા ઇચ્છે છે પરિવાર
પીડિતાના ગામમાં કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે
Trending Photos
ઉન્નાવ : ઉન્નાવ રેપ પીડિતા (Unnao rape case)ના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પીડિત પરિવારના સભ્યો કોઈપણ ભોગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ને મળવા ઇચ્છે છે. પરિવારને કહેવું છે કે અમારે મુખ્યમંત્રીને ઘણું કહેવું છે. શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી પીડિતાનો મૃતદેહ શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના ઉન્નાવ (Unnao) જિલ્લાના એના ઘરે પહોંચી ગયો છે. આ સંજોગોમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક તૈયારી કરી છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Case) ના પરિજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલા રાણી વરુણે ઉન્નાવ પીડિતા (Victim) ના પરિજનોને 25 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેબિનેટ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પહેલા જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી છે. આ સાથે જ પીડિતાને પરિજનોને વડાપ્રધાન આવાસ પણ આપવામાં આવશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી કમલા રાણી, સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજ આજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતાં. કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (Victim) ના પરિજનો સાથે મુલાકાત કરી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીડિતાના મોત પર પરિજનોને મળીને દુ:ખ વ્યક્ત કર્યું. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એક વર્ષથી પીડિતાના પરિવારને પરેશાન કરવામાં આવતો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવતા કહ્યું કે મેં સાભળ્યું છે કે આરોપીઓના સત્તારૂઢ પક્ષ ભાજપ (BJP) સાથે કઈંક સંબંધ છે. જેના કારણે આરોપીઓને સંરક્ષણ મળી રહ્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓના મનમાં કોઈ ડર નથી.
નોંધનીય છે કે ઉન્નાવ (Unnao) જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મ પીડિતાને ગુરુવારે જ્વલંત પદાર્થ છાંટીને બાળવાનો પ્રયત્ન કરાયો. રાયબરેલી જવા માટે વહેલી સવારે તે રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે દુષ્કર્મ પીડિતા યુવતીને કેટલાક લોકોએ આગ લગાવી દીધી અને ભાગી ગયાં. ત્યારબાદ પાસેના એક ગેસ એજન્સીના ગોદામના ગાર્ડની સૂચના પર પહોંચેલી પીસીઆરએ તેને સુમેરપુર સીએચસી પહોંચાડી જ્યાંથી જિલ્લા હોસ્પિટલ લઈ જવાઈ. હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેને લખનૌ સિવિલ હોસ્પિટલ રેફર કરાઈ હતી.યુવતી લગભગ 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. તેની સ્થિતિ ખુબ ગંભીર હતી. ઉન્નાવમાં આગના હવાલે કરાયેલી દુષ્કર્મ પીડિતાને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લખનઉથી એરલિફ્ટ કરીને શિફ્ટ કરાઈ હતી. પીડિતાને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવામાં આવી. અહીં શુક્રવારે રાતે તેણે છેલ્લા શ્વાસ લીધા. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે