મની લોન્ડરિંગઃ કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારને દિલ્હી હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
શિવકુમાર તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, ઈડીના અધિકારી વારંવાર મોટી રકમ પકડાઈ હોવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેને સાબિત કરનારા દસ્તાવેજ કે પુરાવા ક્યાં છે?
Trending Photos
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારને દિલ્હી હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. 25 લાખના બોન્ડ પર તેમને જામીન મળ્યા છે. કોર્ટની મંજુરી વગર શિવકુમાર દેશ છોડી શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે ડી.કે. શિવકુમારને નિર્દેશ આપ્યો છે કે, તે EDને તપાસમાં સહયોગ આપશે.
આ અગાઉ રોઉજ એવેન્યુ કોર્ટે ડી.કે. શિવકુરમાની જામીન અરજી ફગાવી દીધી હતી. નિચલી અદાલતમાં શિવકુમારના જામીનનો ઈડીએ વિરોધ કર્યો હતો. ઈડી તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે કહ્યું હતું કે, આ એક ગંભીર આર્થિક અપરાધ છે, એવો અપરાધ છે જે દેશના અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે.
નટરાજે જણાવ્યું હતું કે, શિવકુમાર સવાલોથી બચતા રહ્યા છે અને તેમણે તપાસમાં સહયોગ આપ્યો ન હતો. તેમને જ્યારે ખેતીની જમીન અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે કશું જ ખબર ન હોવાની વાત કરીને સવાલ ટાળી દીધો હતો. જામીન પર છુટીને તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે એમ છે.
શિવકુમાર તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, ઈડીના અધિકારી વારંવાર મોટી રકમ પકડાઈ હોવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેને સાબિત કરનારા દસ્તાવેજ કે પુરાવા ક્યાં છે? દરરોજ ઈડીના અધિકારીઓ રકમ વધારતા રહ્યા છે. શિવકુમારે જણાવ્યું કે, આખરે હું કયા દસ્તાવેજો સાથે છેડછાડ કરી શકું એમ છું, કેમ કે બધા દસ્તાવેજો તો ઈડીના કબ્જામાં છે. એજન્સી રેડ પાડીને બધા જ દસ્તાવેજો પહેલાથી જ પોતાના કબ્જામાં લઈ ચુકી છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે