ISRO: PSLV C47 કાટરેસૈટ-3 અને 13 અન્ય ઉપગ્રહો સાથે કાલે ભરશે ઉડાન

ઇસરો (ISRO) દ્વારા કરાયેલા એક ટ્વિટ (TWEET) અનુસાર પીએસએલવી સી47 (PSLV C47) એક્સએલ શ્રેણીમાં પીએસએલવીની આ 21મી ઉડાન હશે. આ શ્રીહરિકોટા (sriharikota) સ્થિત એસડીએસસીથી 74મું પ્રક્ષેપણ યાન મિશન હશે. 

ISRO: PSLV C47 કાટરેસૈટ-3 અને 13 અન્ય ઉપગ્રહો સાથે કાલે ભરશે ઉડાન

શ્રીહરિકોટા : દેશના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી સી47) (PSLV-C47) બુધવારે સવારે 9.28 કલાકે કાટરેસૈટ 3 (cartosat-3) અને 13 કોમર્શિયલ નાના ઉપગ્રહો (13 commercial small satellites) સાથે અંતરિક્ષ માટે રવાના થશે અને એ માટે મંગળવારથી ઉલટું કાઉન્ટડાઉન શરૂ કરી દેવાયું છે. શ્રીહરિકોટા (Sriharikota) સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી (Satish Dhawan Space Center) છોડાશે. 

Updates will continue... pic.twitter.com/2Gva0CSy5U

— ISRO (@isro) November 26, 2019

ઇસરો દ્વારા કરાયેલા એક ટ્વિટ અનુસાર પીએસએલવી સી47 એક્સએલ શ્રેણીમાં પીએસએલવીની આ 21મી ઉડાન હશે. આ શ્રીહરિકોટા સ્થિત એસડીએસસીથી 74મું પ્રક્ષેપણ યાન મિશન હશે. કાટરેસૈટ-3 ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લેવાની ક્ષમતાથી સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. આ 509 કિલોમીટર ઉંચાઇ પર સ્થિત કક્ષામાં 97.5 ડિગ્રી પર સ્થાપિત કરાશે. 

ભારતીય અંતરિક્ષ વિભાગના ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) સાથે થયેલા એક કરાર અંતર્ગત પીએસએલવી પોતાની સાથે અમેરિકાના 13 કોમર્શિયલ નાના ઉપગ્રહોને સાથે લઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news