મોદીની રેલીમાં ન જતા.... કાશ્મીરિઓને ઈન્ટરનેશનલ નંબરથી ધમકીભર્યા કોલ, ISIનું ષડયંત્ર

PM Narendra Modi Kashmir Rally: પાકિસ્તાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘાટીની યાત્રા પચી રહી નથી, કારણ કે તેને લાગે છે કે જો જમ્મુ-કાશ્મીરનો મુદ્દો હાથમાંથી નિકળી જશો તો આવનારા દિવસોમાં દેશે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેથી તે અવરોધ પેદા કરી રહ્યું છે.

મોદીની રેલીમાં ન જતા.... કાશ્મીરિઓને ઈન્ટરનેશનલ નંબરથી ધમકીભર્યા કોલ, ISIનું ષડયંત્ર

શ્રીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કાશ્મીરના પ્રવાસે પહોંચી રહ્યા છે. જેને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. પરંતુ બીજી તરફ ISIનું નાપાક ષડયંત્ર પણ સામે આવ્યું છે.. કાશ્મીરના લોકોને ફોન પર મોદીની રેલીમાં ન જવા ધમકી અપાઈ રહી છે.. ત્યારે કોણ આપી રહ્યું છે કાશ્મીરીઓને ધમકી.. જાણવા માટે જોઈએ આ અહેવાલ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરના પ્રવાસે આવી રહ્યા રહ્યા છે, ત્યારે કાશ્મીરના લોકોને મોદીની રેલીથી દૂર રહેવા માટે ધમકી અપાઈ રહી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે.. જેને લઈને કાશ્મીરવાસીઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ શાંતિના દુશ્મનોને આ ઉત્સાહથી મરચા લાગી રહ્યા છે. જેથી હવે ઈન્ટરનેશનલ નંબરથી કાશ્મીરીઓને ધમકી આપવામાં આવી રહી છે... લોકોને મોદીની રેલીમાં ન જવા ધમકાવવામાં આવી રહ્યા છે.. જોકે આ અંગે જાણ થતા જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. 

ધમકીભર્યા ફોન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનું નાપાક ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે. જેમા લોકોને મોબાઈલ અને લેન્ડલાઈન પર રેલીના બહિષ્કાર અંગે ડરાવવામાં આવે છે. જોકે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 

એક અંદાજ મુજબ મોદીની રેલીમાં 1 લાખથી વધુ લોકો જોડાઈ શકે છે.. જેના કારણે સ્થાનિક પોલીસ અને સેનાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઠેકઠેકાણે હથિયાર સાથે સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે.. 

દેશના અન્ય રાજ્યોની જેમ કાશ્મીરને પણ વિકાસ યાત્રામાં જોડવા પીએમ મોદી વિવિધ યોજનાઓનો પ્રારંભ કરશે... જમ્મુ કાશ્મીરમાં કૃષિ-અર્થવ્યવસ્થા માટે અંદાજે 5 હજાર કરોડના સમગ્ર કૃષિ વિકાસ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.. તો 1400 કરોડથી વધુની પર્યટન સાથે જોડાયેલી યોજનાની શરૂઆત કરાવશે..  આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં 1 હજાર યુવાઓને નિયુક્તિપત્ર એનાયત કરાશે.. વળી સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે પણ મોદી સંવાદ કરશે.. જોકે પીએમના પ્રવાસ મુદ્દે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ બની આઝાદે કહ્યું, કે પ્રધાનમંત્રીએ એવા કામો પર ધ્યાન આપવું જોઈએ જે સ્થાનિક સરકાર ન કરી શકે.. જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને વીજળીની સમસ્યાથી લોકો પરેશાન છે, જેના પર કામ જરૂરી છે.

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આતંકીઓની કમર તૂટી છે. તો સાથે સાથે વિકાસ કાર્યો પણ વેગ પકડી રહ્યા છે.. તેવા સમયે પીએમ મોદીનો વિકાસ પ્રવાસ દુશ્મનોને આંખમાં ખડકી રહ્યો છે. જેથી લોકોમાં ડર ફેલાવવા ષડયંત્રો રચાઈ રહ્યા છે. જોકે ભારતીય સુરક્ષા જવાનો તમામ પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news