વારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર વિમાનમાં ખરાબીની માહિતી મળતાની સાથે જ પાયલોટે વારાણસી એટીસીનો સંપર્ક કરીને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી
Trending Photos
વારાણસી : હૈદરાબાદથી ગોરખપુર જઇ રહેલા ઇંડિગો એરલાઇન્સ (Indigo Airlines) ના વિમાનમાં ટેક્નીકલ ખરાબી (Techincal Fault) થવાનાં કારણે તેની વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવામાં આવ્યું. ઇંડિગો એરલાઇન્સનાં વિમાનમાં ટેક્નીકલ ખરાબી આવ્યા બાદ તેને વારાણસીનાં એલબીએસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E6316એ રવિવારે હૈદરાબાદમાં 144 યાત્રીઓને લઇને ગોરખપુર માટે પણ ઉડ્યન કરી હતી. આ દરમિયાન વિમાનના એન્જિનમાં કેટલીક ટેક્નીકલ ખરાબી સર્જાઇ હતી. વિમાનનું તત્કાલ વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
નોર્થ ઇસ્ટમાં 371ની કલમ હટાવવામાં નહી આવે: ગૃહમંત્રીની નોર્થ ઇસ્ટના લોકોને સાંત્વના
મેટ્રોને આવતી જોઈને એકાએક યુવતી કૂદકો મારીને પાટા પર સૂઈ ગઈ, આત્મહત્યાનો ચોંકાવનારો VIDEO
પ્રાપ્ત માહિતી અનુસાર વિમાનમાં ખરાબીની માહિતી મળતા જ પાયલોટે વારાણસી એરપોર્ટની એટીસી સાથે સંપર્ક કરીને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. એટીસીની તરફથી પરવાનગી મળતાની સાથે જ વિમાનને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. વિમાનના સુરક્ષીત લેન્ડિંગ બાદ યાત્રીઓને બીજા વિમાન દ્વારા ગોરખપુર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. બીજી તરફ વિમાનમાં થયેલી ટેક્નીકલ ખરાબી અંગે કોઇ માહિતી સામે આવી નથી. ઘટનામાં કોઇ પણ જાનમાલનાં નુકસાનના સમાચાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે